નેશનલ

કોલકાતા રેપકેસમાં વિદ્યાર્થિનીએ કરેલા સંઘર્ષના પુરાવા મળ્યાઃ નરોધમોના કૃત્યથી પોલીસ પણ ચોંકી

કોલકાતા: દક્ષિણ કોલકાતાની લૉ કૉલેજમાં 24 વર્ષીય વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયા હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ગેંગરેપના આરોપીઓની પોલીસે ધરપકડમાં કરી લીધી છે. જ્યારે હવે આ કેસની ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં માણસ થરથરી ઉઠે તેવા પુરવા પોલીસને હાથી લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં ચાર આરોપીઓ, જેમાં બે કોલેજના વિદ્યાર્થીઓ, એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને એક ગાર્ડનો સમાવેશ થાય છે. આ ઘટનામાં મુખ્ય આરોપી મનોજીત મિશ્રા પર બળાત્કારનો આરોપ છે, જ્યારે અન્યએ વીડિયો બનાવી બ્લેકમેલ કર્યા હોવાનો આરોપ છે.

આરોપીઓની ધરપકડ બાજ નક્કર પુરાવા માટે પોલીસે ઊંડાણ પુરક તપાસ હાથ ધરી છે. જેમાં ઘટના સ્થળથી લઈ આરોપીઓના ફોન સુધી બધું તપાસવામાં આવી રહ્યું છે. આ તપાસ દરમિયાન પીડિતા પર થયેલી બળજબરીના એવા પુરવા મળ્યા કે માણસ થકથરી જાય. સીસીટીવી ફૂટેજમાં બે આરોપીઓ પીડિતાને કૉલેજ પરિસરમાં ખેંચીને લઈ જતા જોવા મળ્યા. પોલીસે આરોપીઓના ડીએનએ નમૂના, ઘટના સમયે પહેરેલા કપડાં અને મનોજીતનો ફોન જપ્ત કર્યો, જેમાં બળાત્કારનો વીડિયો મળ્યો આવ્યો છે. પીડિતા સેલ્ફ ડિફેન્સ વખતે થયેલી માથાની ઈજાથી ઘટનાસ્થળે વાળના ગુચ્છા મળી આવ્યા છે. ઉલ્લેખની છે કે આરોપીઓએ પીડિતાના માથા પર હોકી સ્ટીક હુમલો કર્યો હતો. તે હોકી સ્ટીક પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે.

ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી બરામદ કરેલા વાળના ગુચ્છા પીડિતાના સંઘર્ષનો પુરાવો આપે છે. મનોજીતના ફોનમાંથી મળેલા વીડિયોમાં પીડિતાનો ચહેરો સ્પષ્ટ દેખાય છે, જેને સાયબર ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો છે. ફોનની તપાસમાં થતા ઘટનાના વીડિયો સાથે કોલેજની અન્ય વિદ્યાર્થીનીઓના પણ અશ્લીલ ફોટો વોટ્સએપ ગ્રુપમાંથી મળી આવ્યા છે.

સૂત્રોની પ્રાથમીક જાણકારી પ્રમાણે મુખ્ય આરોપીએ પીડિતાને લગ્ન પ્રસ્તાવ આપ્યો હતો. જેનો પીડિતાએ ઈનકાર કર્યો. આ વાતના અણગમાથી આરોપીએ આ કૃત્ય કર્યું હતું. ત્યારે બીજી બાજું મનોજીતે દાવો કર્યો કે તેણે સહમતિથી સંબંધ બનાવ્યો હતો, પરંતુ વીડિયો તેના દાવાને ખોટો સાબિત કરે છે. પીડિતાએ તેના બૉયફ્રેન્ડ સાથે વફાદાર રહેવાની વાત કરી હતી, જેના કારણે આરોપીઓએ આ હુમલો કર્યો હોવાનું પોલીસ માને છે.

આ પણ વાંચો…કોલકાતા ગેંગરેપ કેસ: મહિલા પંચે કોલેજની મુલાકાત લીધી, પોલીસ સાથે તકરાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button