નેશનલ

સોનમની બેવફાઈના મળ્યાં પ્રમાણ! પ્રેમીનું નામ સામે આવતા કેસમાં નવો વળાંક

ઈન્દોર: ઈન્દોરના કપલ રાજા રઘુવંશી અને સોનમ રઘવુંશીનો કેસ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. રાજા રઘુવંશી હત્યાકાંડમાં ફરી નવો ખુલાસો થયો છે. ઇન્દોર કપલના હનીમૂન રહસ્યમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. આજે સવારે સોનમની ધરપકડ કરવામાં આવી છે. હવે સોનમના પ્રેમીનું નામ પણ પ્રકાશમાં આવ્યું છે. પોલીસ તપાસમાં સોનમે કબૂલાત કરી છે કે રાજા સાથે લગ્ન કરતા પહેલા તે રાજ કુશવાહા નામના પુરુષ સાથે સંબંધમાં હતી. મેઘાલય પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં રાજ એક છે. એટલું જ નહીં પરંતુ સોનમ અને રાજ એકબીજાની ખૂબ નજીક હોવાનું પણ તેણે કબૂલ્યું છે.

શું સોમને પ્રેમી રાજા રઘુવંશી હત્યાકાંડમાં સામેલ છે?

રાજા રઘુવંશી હત્યાકાંડનો કેસ અત્યારે ઇન્દોર અને મેઘાલય જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એક ચોંકાવનારી ઘટના છે. સોનમની ધરપકડ બાદ વધુ એક સત્ય સામે આવ્યું છે કે લગ્ન પહેલા સોનમ રાજ કુશવાહા નામના વ્યક્તિ સાથે ગાઢ પ્રેમ સંબંધમાં હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઇન્દોર પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં તમામ આરોપીઓનો ખુલાસો કરવામાં આવશે. આ દરમિયાન એવો પણ ખુલાસો થઈ શકે છે કે રાજ સોનમનો પ્રેમી છે, જે હત્યાના કાવતરામાં સામેલ છે. પોલીસે આ દિશામાં આગળની તપાસ હાથ ધરી દીધી છે. મધ્યપ્રદેશ પોલીસ સાથે સાથે મેઘાલય પોલીસ પણ આ કેસમાં તપાસ કરી રહી છે.

સોનમે પોતાનો ગુનો કબૂલીને આત્મસમર્પણ કર્યું

કેસની વાત કરવામાં આવે તો, અત્યારે સોનમ ગાઝીપુર પોલીસની કસ્ટડી છે. તેણે નંદગંજ પોલીસ સ્ટેશનમાં પોતાનો ગુનો કબૂલીને આત્મસમર્પણ કર્યું છે. સોનમને એક ઢાબામાંથી પકડવામાં આવી હતી, જ્યાં તે બેભાન અવસ્થામાં હતી. પોલીસ તેની મેડિકલ તપાસ પણ કરાવશે. સૂત્રો દ્વારા પ્રમાણે મળતી વિગતો પ્રમાણે રાજ કુશવાહા, વિક્કી ઠાકુર, આનંદ આ ત્રણ આરોપીઓના નામ અત્યારે જાહેર થયા છે. આ સાથે મેઘાલય પોલીસે સાગર જિલ્લામાંથી પણ આકાશ નામના વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ કેસમાં અત્યારે અનેક નવા ખુલાસાઓ થઈ શકે છે.

2 જૂનના રોજ મળી આવ્યો હતો રાજાનો મૃતદેહ

સોનમ અને રાજાના નવા લગ્ન થયા હતા અને તેઓ તેમના હનીમૂન માટે મેઘાલય ગયા હતા. પહેલા સોનમ અને રાજા બંને ગુમ થયાના હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. મીડિયામાં પણ આ બન્ને લાપતા થયા હોવાના અહેવાલ પ્રસારિત થયા હતા. પરંતુ 2 જૂનના રોજ રાજાનો મૃતદેહ એક ઊંડા ખાડામાંથી મળી આવ્યો હતો. જે બાદ મેઘાલય પોલીસે તપાસ હાથ ધરી હતી. અત્યારે ચાર આરોપી અને એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો….મેઘાલયમાં ઈન્દોરના દંપતી દુર્ઘટના કેસમાં નવો વળાંક, ત્રણ અજાણ્યા શખ્સોની એન્ટ્રીથી સસ્પેન્સ વધ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button