ભારતના ક્યાં 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે? આ રહી યાદી…
નેશનલ

ભારતના ક્યાં 12 રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે? આ રહી યાદી…

નવી દિલ્હીઃ બિહાર બાદ હવે ભારતના અન્ય 12 રાજ્યોમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આજે ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને આની સત્તાવાર જાણકારી આપી છે, કે આ પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવશે અને તેમાં કેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે? મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે કહ્યું કે, 12 રાજ્યોમાં એસઆઈઆરનો બીજો તબક્કો હશે. જેની શરૂઆત રાત્રે 12 વાગ્યાથી એટલે કે મંગળવારથી શરૂ કરવામાં આવશે.

ક્યાં ક્યાં રાજ્યોમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે?

SIRનો હેતુ શું છે?

ચૂંટણી પંચે કહ્યું કે SIRનો હેતુ લાયક મતદારોને યાદીમાં સામેલ કરવાનો અને અયોગ્ય મતદારોને મતદાર યાદીમાંથી બાકાત રાખવાનો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લો ખાસ સઘન સુધારો 21 વર્ષ પહેલાં હાથ ધરવામાં આવ્યો હતો. જેથી હવે તેમાં ફરી આ પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે. બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા દરેકના ઘરે ત્રણ વખત મુલાકાત લેવામાં આવશે. જેથી નવા મતદારોને યાદીમાં ઉમેરી શકાય અને કોઈપણ ભૂલો સુધારી શકાશે.

હવે મતદાર યાદીને અપડેટ અને સુધારવામાં આવશે

એસઆઈઆર એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એક એવી પ્રક્રિયા છે જેમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અપડેટ અને સુધારવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા મતદાન યાદીમાં જે ખામીઓ છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. ખાસ કરીને નકલી અથવા જૂની એન્ટ્રીઓ દૂર કરવામાં આવે છે, અને નવી લાયકાત ધરાવતા મતદારોને યાદીમાં સામેલ કરવામાં આવે છે.

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના ફાયદા શું છે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના મુખ્ય ફાયદા એ છે કે, તે મતદાર યાદીની ચોકસાઈ વધારે છે, છેતરપિંડીયુક્ત મતદાન અટકાવે છે. આ સાથે સાથે નવા મતદારોને જોડવાની પ્રક્રિયા સરળ બનાવે છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ પ્રક્રિયામાં કેટલાક પડકારો પણ આવી શકે છે, જેમાં ખાસ કરીને દસ્તાવેજોના અભાવે કાઢી નાખવાનું જોખમ અને ગ્રામીણ/સ્થળાંતરિત વિસ્તારોમાં મતદારો માટે મુશ્કેલીઓ આવી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button