'વોટ ચોરી' મુદ્દે ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબઃ 'અમારા માટે બધા પક્ષ એક સમાન' | મુંબઈ સમાચાર
નેશનલ

‘વોટ ચોરી’ મુદ્દે ચૂંટણી પંચે આપ્યો સણસણતો જવાબઃ ‘અમારા માટે બધા પક્ષ એક સમાન’

નવી દિલ્હીઃ બિહારની વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો ચાલી રહ્યો છે. એકબાજુ વોટ ચોરી મામલે રાહુલ ગાંધી સહિત વિપક્ષે યાત્રા શરૂ કરીને ભાજપ પર આક્ષેપો કર્યાં છે.

તો સામે આજે જ ચૂંટણી પંચે એક મોટી પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને સંપૂર્ણ રીતે ફગાવી નાખ્યા હતા અને એસઆઈઆર પ્રક્રિયાનો બચાવ કર્યો હતો.

તમામ પક્ષોની સાથે નિષ્પક્ષતાનો દાવો કરતા ચૂંટણી પંચે કહ્યું હતું કે પંચ કોઈની પણ સાથે ભેદભાવ કરતું નથી. એસઆઈઆર પ્રક્રિયાને પારદર્શકતા પર ભાર મૂકતા કહ્યું હતું કે એમાં લાખો અધિકારી અને રાજકીય પક્ષના પ્રતિનિધિ સામેલ છે. ચૂંટણી પંચે દરેક મતદાતાઓના નામે એક મહત્વનો સંદેશ આપ્યો છે.

ચૂંટણી પંચે કહ્યું કે, જે પણ ભારતીય નાગરિકના 18 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે તેને ભારતીય બંધારણ પ્રમાણે મતદાન કરવાનો અધિકાર છે. રાહુલ ગાંધીએ વોટ ચોરી મામલે જે સવાલો કર્યા હતા તેને ચૂંટણી પંચે પરોક્ષ રીતે જવાબ આપી દીધો છે.

આપણ વાંચો: ‘બિહારની ચૂંટણીમાં વોટ ચોરી નહીં કરવા દઈએ’: વોટર અધિકાર યાત્રા વખતે રાહુલ ગાંધીએ ફરી ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન

વિપક્ષે ભારતીય બંધારણનું અપમાન કર્યું

રાહુલ ગાંધીને જવાબ આપતા ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે વિપક્ષ જાતે ભારતીય બંધારણનું અપમાન કરી રહ્યું છે. જો મતદાર યાદીમાં ભૂલો છે તો કાયદા પ્રમાણે તે ભૂલોને સમયસર બતાવી જોઈએ. એટલું જ નહીં પરંતુ જો મતદાર દ્વારા પોતાના ઉમેદવારની પસંદગી કર્યાના 45 દિવસની અંદર કોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરવામાં આવતી નથી.

તો પછી વોચની ચોરી થઈ છે તેવું કેવી રીતે કહી શકાય? કોંગ્રેસ સહિત વિપક્ષ અત્યારે વોટ ચોરી જેવા શબ્દોનો પ્રયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જે સંપૂર્ણ રીતે ભારતીય બંધારણનું અપમાન છે.

આપણ વાંચો: કચ્છમાં ‘વોટચોરી’: મતદાર યાદીમાં બોગસ અને બેવડા નામ નોંધાયાનો કોંગ્રેસનો દાવો

અમારા માટે દરેક પાર્ટી એકસમાન જ છે

ચૂંટણી પંચનું કહેવું છે કે, અમારા દ્વારા કોઈ પણ પાર્ટી સાથે ભેદભાદ કરવામાં નથી આવતા, અમારા માટે દરેક પાર્ટી એકસમાન જ છે. કાયદા પ્રમાણે દરેક પાર્ટીનો જન્મ ચૂંટણી પંચમાં રજિસ્ટ્રેશન કરાવ્યાં બાદ જ થાય છે.

તો પછી ચૂંટણી પંચ કેવી રીતે કોઈ પાર્ટી સાથે પક્ષપાતની ભાવના રાખી શકે? બિહારમાં અત્યારે જે, એસઆઈઆર ચાલી રહી છે તે મામલે પણ ચૂંટણી પંચે જવાબ આપ્યો છે.

ચૂંટણી પંચે જણાવ્યું કે, દરેક પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં વોટર લિસ્ટમાં સુધારો કરવાની માંગણી કરી હતી. જેથી આ માંગણાીઓને ધ્યાને રાખીને ચૂંટણી પંચ દ્વારા બિહારમાં એસઆઈઆરની શરૂઆત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટમી પંચે વિપક્ષી પાર્ટીઓને મતદાર યાદી મામલે ધારદાર જવાબ આપીને પોતાનો બચાવ કર્યો છે.

આપણ વાંચો: ‘વોટ ચોરી’ અભિયાનમાં કૉંગ્રેસે કર્યો કેકે મેનનના વીડિયોનો ઉપયોગ, અભિનેતાએ વાંધો ઉઠાવ્યો…

એસઆઈઆર મામલે ચૂંટણી પંચનો વિપક્ષને જવાબ

બિહારમાં અત્યારે એસઆઈઆર મામલે રાજકીય પાર્ટીઓ દ્વારા જે વાતો કહેવામાં આવી રહી છે તે બાબતે પણ ચૂંટણી પંચે આકરી ટકોર કરી છે. કહ્યું કે બિહારમાં નેતાઓ એસઆઈઆર મામલે ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યાં છે.

નેતાઓ સાચી હકીકતને છુપાવીને માત્ર અફવાઓ ફેલાવી રહ્યાં છે. ચૂંટણી પંચે દરેક નેતાઓને સંબોધીને કહ્યું કે, ચૂંટણી પંચના દ્વાર દરેક પાર્ટીઓ માટે ખુલ્લા જ છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button