નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પંચે 19 એપ્રિલથી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂક્યો…

ચૂંટણી પંચે શુક્રવારે એક જાહેરનામું બહાર પાડીને આગામી લોકસભા ચૂંટણીઓ અને આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઓડિશા અને સિક્કિમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ સાથે જોડાયેલા એક્ઝિટ પોલના આયોજીત કરવા, પ્રકાશીત કરવા અથવા પ્રચાર કરવા પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
આ પ્રતિબંધનો સમયગાળો 19 એપ્રિલના રોજ સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને 1 જૂનના રોજ સાંજે 6:30 વાગ્યે સમાપ્ત થશે. આ પ્રતિબંધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અથવા અન્ય કોઈપણ પ્રસાર પદ્ધતિ સહિત તમામ પ્રકારના મીડિયાને લાગુ પડે છે.
લોકસભાની 543 બેઠકો માટેની ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઇ રહી છે. લોકસભાની આ ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદાતાઓ મતદાન કરવા માટે પાત્ર છે. મતગણતરી 4 જૂને થશે.