ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, આ તારીખે યોજાશે મતદાન | મુંબઈ સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચૂંટણી પંચે જાહેર કરી તારીખ, આ તારીખે યોજાશે મતદાન

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ અત્યારે જાહેર થઈ ગઈ છે. ચૂંટણીપંચ દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે ચૂંટણીપંચે આગામી 09મી સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. 21મી ઓગસ્ટ સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 9મી સપ્ટેમ્બરે મતદાન યોજવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીપ ધનખડે પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું હતું. જેના કારણે હવે ફરી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજવામાં આવશે.

21મી ઓગસ્ટ સુધી ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરી શકાશે

જગદીપ ધનખડ ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમનો કાર્યકાળ 10 ઓગસ્ટ 2027ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ તેમને કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું આપી દીધું હતું. 2022માં યોજાયેલી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેઓ એનડીએના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને હરાવ્યા હતા. હવે તેમના રાજીનામાન કારણે ફરી એક નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી જોવામાં આવશે. જેના માટે ભારતના ચૂંટણી પંચે કાર્યક્રમ જાહેર કરી દીધો છે.

શા માટે જગદીપ ધનખડે રાજીનામું આપ્યું હતું?

અચાનક જગદીપ ધનખડે રાજીનામું આપ્યું તે પછી, પ્રશ્ન એ ઉભો થયો કે તેમને અચાનક આ નિર્ણય કેમ લીધો? કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પક્ષોએ તેને મુદ્દો બનાવ્યો અને મોદી સરકાર પાસેથી જવાબ માંગ્યો કે ધનખડના રાજીનામા પાછળનું કારણ શું છે? જો કે, આ મામલે ભાજપ દ્વારા કે જગદીપ ધનખડ દ્વારા કોઈ વિશેષ જાણકારી આપવામાં નહોતી આવી, માત્ર એટલું જ કહ્યું હતું કે, ‘તબીયત સારી ના હોવાના કારણે રાજીનામું આપ્યું છે’. પરંતુ તેમના રાજીનામાના કારણે અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે.

આપણ વાંચો:  મુસ્લિમ પરિવારની ખુશ્બુને પિતાએ જ બનાવેલી હવસનો શિકાર, હવે ભાજપે સોંપી મહત્વની જવાબદારી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button