નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

દિલ્હીની સાત બેઠક પરની ચૂંટણી પ્રચારના પડઘમ શમ્યા, જાણો કોણ છે ઉમેદવાર?

નવી દિલ્હી: પાટનગર દિલ્હીની સાત લોકસભાની સીટ માટે છઠ્ઠા તબક્કાનું મતદાન 25મી મેના શનિવારે હાથ ધરાશે. આજે ચૂંટણી પ્રચારના પડઘમ શમી ગયા, ત્યારે સાત સીટ સહિત સમગ્ર દેશમાં 57 સીટનો સમાવેશ થાય છે. દેશમાં સરકાર બનાવવા માટે આ વખતની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દા જોરશોરથી ચર્ચામાં છે.

ચૂંટણી પ્રચાર વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ સરકારને ભ્રષ્ટાચાર અને લીકર કેસ મુદ્દે ઘેરતી જોવા મળી હતી. કોંગ્રેસની સાથે ગઠબંધન કરીને ચૂંટણીના રણસંગ્રામ ઉતરીને આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડનો મુદ્દો ઉઠવ્યો હતો. ચાંદની ચૌકની લોકસભાની બેઠક પર પ્રવીણ ખંડેલવાલને ટિકિટ આપી છે, જ્યારે તેની સામે કોંગ્રેસના જયપ્રકાશ અગ્રવાલ છે.

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે વિશ્વાસ દર્શાવ્યો હતો કે ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો જીતશે. ચાંદની ચોક લોકસભા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર પ્રવીણ ખંડેલવાલના સમર્થનમાં રોડ-શો કરનાર ગોયલે કહ્યું કે ઇન્ડી બ્લોક નિષ્ફળ છે, કારણ કે તેમની પાસે કોઈ નેતા નથી અને નેતા કોણ બનશે એય જાણતા નથી.

આ પણ વાંચો: Arvinder Singh Lovely resigns: દિલ્હીમાં કોંગ્રેસને ઝટકો, પ્રદેશ અધ્યક્ષ અરવિંદર સિંહ લવલીનું રાજીનામું

ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભાની બેઠક પર બે વખતના સાંસદ મનોજ તિવારીને ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા છે. મનોજ તિવારીની સામે કન્હૈયા કુમાર મેદાનમાં છે. પૂર્વ દિલ્હીની સીટ પરથી ભાજપના હર્ષ મલ્હોત્રાને ટિકિટ આપી છે. મલ્હોત્રાની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમાર છે. નવી દિલ્હીની લોકસભાની સીટ પર બે વકીલ આમનસામને છે. પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુષમા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજની સામે આમ આદમી પાર્ટીના વકીલ સોમનાથ ભારતીને ટિકિટ આપી છે.

આ ઉપરાંત, ઉત્તર પશ્ચિમ દિલ્હીની સીટ પર ભાજપના યોગેન્દ્ર ચંદોલિયાની સામે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય પ્રધાન ઉદિત રાજને ટિકિટ આપી છે. પશ્ચિમી દિલ્હી લોકસભાની સીટ પર આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાંસદ મહાબલ મિશ્રાની સામે ભાજપના ઉમેદવાર કમલજીત સેહરાવતની વચ્ચે ટક્કર રહેશે.

દક્ષિણ દિલ્હીની લોકસભાની બેઠક પરથી ભાજપે રામવીર સિંહ બિઘુડીને ટિકિટ આપી છે, જ્યારે તેમની સામે આમ આદમી પાર્ટીના રામ પહલવાન છે. સાતેય લોકસભાની બેઠક પર ખાસ કરીને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર પતિ સાથે નહીં, આ સ્પેશિયલ પર્સન સાથે રહે છે ઈટાલીનાં PM Giorgia Meloni… હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન