નેશનલ

‘શિક્ષિત મુસ્લિમ ન્યુ યોર્ક-લંડનનો મેયર બને, કટ્ટરતા શીખનાર…..!’ પૂર્વ IAS અધિકારીએ મૌલાના મદનીએ આપ્યો જવાબ

નવી દિલ્હી: જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ તાજેતરમાં આપેલું એક નિવેદન હાલ ચર્ચામાં છે. મૌલાના અરશદ મદનીએ આરોપ લગાવ્યો હતો કે ભારતમાં મુસ્લિમો સાથે ભેદભાવ થઇ રહ્યો છે. મધ્ય પ્રદેશના નિયાઝ ખાને મદનીના નિવેદન અંગે પ્રતિક્રિયા આપી છે, તેમની પોસ્ટ X પર વાયરલ થઈ રહી છે.

પુએવ IAS અધિકારી નિયાઝ ખાને X પર પોસ્ટ કરીને લખ્યું, “શિક્ષણ લેનાર મુસ્લિમ લંડન અને ન્યુ યોર્કનો મેયર બને છે, અમેરિકન રાજ્યના ગવર્નર અને લેફ્ટનન્ટ ગવર્નર બને છે. કટ્ટરતા અને અંધશ્રદ્ધા શીખનાર મુસ્લિમ મિકેનિક, મહિલાઓ સામે અન્યાય કરનાર અને પંચર રિપેરર કરનાર બને છે. શિક્ષણ એ મુસ્લિમો માટે રામબાણ ઈલાજ છે, એ સમજવું જરૂરી છે.”

આપણ વાચો: શું ભારતમાં હવે અફઘાનિસ્તાનથી નહીં આવે આતંકવાદ? અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મૌલાના મદની

મૌલાના અરશદ મદનીએ એક નિવેદનમાં કહ્યું હતું કે “મુસ્લિમો લંડન કે ન્યુ યોર્કમાં મેયર બની શકે છે, પરંતુ ભારતમાં કોઈ મુસ્લિમ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર પણ બની શકતો નથી.”

પૂર્વ IAS અધિકારી નિયાઝ ખાને કહ્યું કે એક શિક્ષિત મુસ્લિમ પોતાની ઓળખ બનાવે છે. શિક્ષણ અને સખત મહેનતથી ભારતમાં દરેક અવરોધને દૂર કરી શકાય છે.

મદનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “દુનિયા એવું વિચારે છે કે મુસ્લિમો હવે સંપૂર્ણપણે લાચાર છે, પરંતુ હું એવું નથી માનતો. આજે, એક મુસ્લિમ ‘મમદાની’ ન્યૂયોર્કનો મેયર બની શકે છે, એક ‘ખાન’ લંડનમાં મેયર બની શકે છે, પરંતુ ભારતમાં, એક મુસ્લિમ યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર પણ બની શકતો નથી. જો કોઈ મુસ્લિમ ત્યાં સુધી પહોંચે, તો પણ તેને આઝમ ખાનની જેમ તેને જેલમાં ધકેલી દેવામાં આવે છે. આજે અલ-ફલાહમાં શું થઈ રહ્યું છે તે જુઓ…”

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button