Mahadev Betting App કેસમાં EDએ જપ્ત કરી 387 કરોડની સંપત્તિ;
નવી દિલ્હી: મહાદેવ બેટિંગ એપ કેસમાં (Mahadev Betting App Case) EDએ મોટી કાર્યવાહી કરી છે. ઇડીની ટીમે 387 કરોડની સંપતિ જપ્ત કરી છે. EDની ટીમે 387 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. જપ્ત કરાયેલી મિલકતો પ્રમોટરો, પેનલ ઓપરેટરો અને અનેક સટ્ટાબાજીની એપ અને વેબસાઇટ્સના પ્રમોટરોના સહયોગીઓના નામે છે અને આ મિલકતો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મુંબઈ અને મોરેશિયસમાં આવેલી છે.
387 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત
મહાદેવ બેટિંગ એપ કેસમાં તપાસ કરી રહેલી EDની ટીમે મોટી કાર્યવાહી કરતાં 387 કરોડ રૂપિયાની સંપતિ જપ્ત કરી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાયપુર ઝોનલ ઓફિસે આ કેસમાં 387.99 કરોડની વધારાની સંપતિ જપ્ત કરીને PMLA અંતર્ગત કામચલાઉ જોડાણનો આદેશ જારી કર્યો છે.
આ સંપતિઓમાં પ્રમોટર્સ, પેનલ ઓપરેટરો અને અનેક બેટિંગ એપ્સ/વેબસાઈટ્સના પ્રમોટર્સના સહયોગીઓના નામે છે. આ મિલકતો છત્તીસગઢ, મુંબઈ અને મધ્યપ્રદેશ અને મોરેશિયસમાં આવેલી છે
આપણ વાંચો: મહાદેવ બેટિંગ એપ્પના આરોપીને કચ્છ બોર્ડર રેન્જ પોલીસે પાટણથી ઝડપ્યો
મુંબઈ અને મોરેશિયસમાં છે સંપતિ
જપ્ત કરવામાં આવેલી સંપતિઓ અનેક બેટિંગ એપ્સ/વેબસાઈટ્સના પ્રમોટર્સ, પેનલ ઓપરેટરો અને પ્રમોટર્સના સહયોગીઓના નામે છે. આ મિલકતો છત્તીસગઢ, મુંબઈ અને મધ્યપ્રદેશ અને મોરેશિયસમાં આવેલી છે.
EDની તપાસમાં સામે આવ્યું છે કે મેસર્સ મહાદેવની ઓનલાઈન બુક બેટિંગ એપ એક અમ્બ્રેલા સિન્ડિકેટ છે. આ કેસની તપાસમાં રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ. 19.36 કરોડની રોકડ અને રૂ. 16.68 કરોડની કિંમતી ચીજવસ્તુઓ જપ્ત-ફ્રિજ કરવામાં આવી છે.
આપણ વાંચો: મહાદેવ બેટિંગ એપ કેસઃ અભિનેતા સાહિલ ખાનને પહેલી મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી
2295.61 કરોડની સંપતિ કરી અટેચ
આ ઉપરાંત, બેંક બેલેન્સ અને સિક્યોરિટીઝના રૂપમાં જંગમ સંપત્તિ કે જેની કુલ કિંમત 1729.17 કરોડ રૂપિયા છે. તેને પાન ફ્રિજ કરી દેવામાં આવી છે. અગાઉ, આ કેસમાં રૂ. 142.86 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે બે કામચલાઉ જોડાણના આદેશો જારી કરવામાં આવ્યા હતા.
આમ, આ કેસમાં ગુનાની કુલ રકમ રૂ. 2295.61 કરોડ (અંદાજે) જપ્ત, જમા કે જોડવામાં આવી છે. તપાસ દરમિયાન, EDએ અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી છે અને સ્પેશિયલ કોર્ટ (PMLA), રાયપુર સમક્ષ ચાર ફરિયાદો દાખલ કરી છે.