બંગાળમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા! I-PAC પર EDના દરોડા, મમતા બેનર્જી ફાઈલ લઇને પહોંચ્યા

કોલકાતા: આ વર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચુંટણી યોજવાની છે, એ પહેલા અત્યારથી જ પશ્ચિમ બંગાળમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા જોવા મળી રહ્યો છે. આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોલકાતામાં રાજકીય સલાહકાર કંપની ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ની ઓફિસો પર દરોડા પાડ્યા છે, I-PACનાં વડા પ્રતીક જૈનના ઘર પણ દરોડા પાડવામાં આવ્યા છે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પ્રતીક જૈન ઘરે પહોંચ્યા હતાં અને ED ની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
અહેવાલ મુજબ પૈસા લઇને સરકારી નોકરીઓ અપાવવાનું વચન આપીને લોકો છેતરવાના કથિત કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બુધવારે દેશભરમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા, આ કાર્યવાહી હેઠળ કોલકાતામાં I-PACની ઓફિસો, પ્રતિક જૈનના ઘર અને TMC ના IT સેલની ઓફીસ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતાં.
મમતા બેનર્જી દરોડાના સ્થળે પહોંચ્યા:
I-PACનાં વડા પ્રતીક જૈનના ઘરે અધિકારીઓ તપાસ કરી રહ્યા હતાં ત્યારે અચાનક પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી દસ્તાવેજોની ફાઇલ સાથે આવી પહોંચ્યા હતાં. તેમણે કેન્દ્રીય એજન્સી પર કેન્દ્ર સરકારના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો.
મમતા બેનર્જીએ અમિત શાહ પર આરોપ લગાવ્યા
મમતા બેનર્જી કહ્યું “ED અને ગૃહ પ્રધાન અમિત પાર્ટીની હાર્ડ ડ્રાઈવ અને મતદાર યાદીઓ જપ્ત કરવાનું કામ કરી રહી. આ એક અયોગ્ય ગૃહ પ્રધાન છે, તેઓ દેશનું રક્ષણ નથી કરી શકતા. જાણી જોઇને અમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.”
મમતા બેનર્જીએ આ કાર્યવાહી અંગે કહ્યું, “ED મારી પાર્ટીના દસ્તાવેજો લઇને જતી રહી. જો હું ભાજપના પાર્ટી કાર્યાલય પર દરોડા પાડું તો શું થશે? તેઓ SIR દ્વારા પશ્ચિમ બંગાળમાં મતદારોના નામ કાઢી રહ્યા છે”
મમતા બેનર્જીને I-PAC ઓફિસની ઓફીસ પર પણ પહોંચ્યા હતાં, પરંતુ તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, તેઓ બિલ્ડિંગની બહાર ઉભા રહ્યા હતાં. I-PAC ઓફિસ બિલ્ડિંગના 11મા માળે આવેલી છે.
ભાજપના મમતા પર આરોપ:
ભાજપ નેતા શુભેન્દુ અધિકારી મમતા બેનર્જી પર કેન્દ્રીય એજન્સીઓના કામમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો, તેમણે કહ્યું, “જો મમતાના ઘરે દરોડા પાડવામાં આવે તો 100 કરોડ રૂપિયા મળી આવશે.”
આ પણ વાંચો…ગંગા જળ સંધિ પર મમતા બેનર્જીનું વલણ વધારશે બાંગ્લાદેશની ચિંતા, જાણો વિગતે



