નેશનલ

ED Raid: સંજય સિંહે દરોડો પાડવા પહોંચેલી ઇડીનું ઘરમાં આ રીતે સ્વાગત કર્યું, AAP એ ફોટો શેર કર્યો

દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે બુધવારે સવારે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આમ આદમી પાર્ટી (AAP) રાજ્યસભાના સાંસદ સંજય સિંહના ઘરે દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ કેસના સંબંધમાં કેટલાક અન્ય લોકોના ઘરો પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ પછી, સોશિયલ મીડિયા સાઇટ X પર આમ આદમી પાર્ટી(AAP) તરફથી એક તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટમાં સંજય સિંહ ઉભા છે અને તેમની બાજુમાં એક પોસ્ટર લાગેલું છે, જેમાં લખ્યું છે કે ‘ઈડીનું ફક્કડ હાઉસમાં સ્વાગત છે.’

EDએ વહેલી સવારે AAP સાંસદ સંજય સિંહના આવાસ પર દરોડા પાડ્યા હતા. EDની ટીમ સવારે લગભગ સાત વાગ્યે સાંસદના નિવાસસ્થાને પહોંચી અને તપાસ શરુ કરી હતી. EDએ આ કેસમાં અગાઉ તેના સ્ટાફ મેમ્બરો અને તેની સાથે જોડાયેલા અન્ય લોકોની પૂછપરછ કરી હતી.

એવો આરોપ છે કે દારૂના વેપારીઓને લાઇસન્સ આપવા માટે 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિએ જૂથવાદને પ્રોત્સાહન આપ્યું હતું અને કેટલાક ડીલરોને ફાયદો થયો હતો, જેમણે તેના માટે કથિત રીતે લાંચ આપી હતી. AAPએ આ આરોપને નકારી કાઢ્યો છે.

નોંધનીય છે કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે આ મામલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ભલામણ કર્યા બાદ આ પોલિસી રદ કરવામાં આવી હતી. EDએ CBI તપાસની ભલામણ કર્યા બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button