નેશનલ
પશ્વિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ઇડીની મોટી કાર્યવાહી, અનેક સ્થળોએ દરોડા

કોલકત્તાઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની તપાસ મામલે શુક્રવારે કોલકાતા અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે ઇડીની પાંચ સભ્યોની ટીમે કોલકત્તા પાસે આવેલા ન્યૂ ટાઉનના પથ્થરઘાટા મઝાર શરીફ વિસ્તારમાં પૂર્વ પારા-શિક્ષકના ઘરે દરોડા પાડ્યા હતા, જે રાજ્યના ધરપકડ કરાયેલા ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જીના કથિત નજીકનો સાથી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરના ઉત્તર ભાગમાં નાગેરબજાર વિસ્તારમાં એક એકાઉન્ટન્ટના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીએ રાજારહાટ વિસ્તારમાં કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા કેટલાક વેપારીઓ, શિક્ષકો અને મધ્યસ્થીઓના ઘરે પર પણ દરોડા પાડ્યા હતા. ઇડી કરોડો રૂપિયાના આ કૌભાંડમાં નાણાંની લેવડદેવડની તપાસ કરી રહી છે.