સટ્ટાબાજી મામલે ED એક્શનમાંઃ પાકિસ્તાની નાગરિકોની માલિકીના પોર્ટલ વિરુદ્ધ કાર્યવાહી
નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ આજે કહ્યું કે તેણે કેટલાક પાકિસ્તાની નાગરિકોની માલિકીની એક સટ્ટાબાજીની વેબસાઇટ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડ્યા છે જેઓ પુરુષોના ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપ મેચની “ગેરકાયદે” પ્રસારણમાં સામેલ હતા. ફેડરલ એજન્સીએ ‘મૈજિકવિન’ નામના પોર્ટલ વિરુદ્ધ કેસમાં 10-12 ડિસેમ્બરની વચ્ચે દિલ્હી, મુંબઈ અને પૂણેમાં દરોડા પાડ્યા હતા.
ગુજરાતમાં અમદાવાદ પોલીસના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઇઆર પરથી ઇડીએ એન્ટી મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કેસ નોંધ્યો છે. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દરોડા દરમિયાન 30 લાખ રૂપિયાની બેન્ક ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી અને કેસ સાથે સંબંધિત કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, મૈજિકવિન એક ‘સટ્ટાબાજી’ વેબસાઇટ છે જેને એક ગેમિંગ પોર્ટલ તરીકે દર્શાવવામાં આવી હતી. જેની માલિકી વાસ્તવમાં પાકિસ્તાની નાગરિકોની છે. તેમણે કહ્યું હતું કે આ વેબસાઈટ મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. વેબસાઇટ પર દર્શાવવામાં આવેલી સટ્ટાબાજીની રમતો મૂળ રીતે ફિલિપિન્સ અને અન્ય દેશોમાં રમવામાં આવે છે જે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે.
આપણ વાંચો: Kutch: ગાંધીધામ નકલી ED કેસમાં હવે AAPના નેતા ઈટાલિયા-સોરઠિયાની થશે તપાસ
એજન્સીએ જણાવ્યું હતું કે રકમ જવા કરવી, સટ્ટો લગાવવો અને રૂપિયા ઉપાડવા જેવી સટ્ટાબાજીની ગતિવિધિઓ મૈજિકવિનના “માલિકો” દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
ઇડીએ દાવો કર્યો હતો કે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે ખેલાડીઓ/સટોડિયાઓ દ્વારા બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલા નાણાં “માસ્ક” બેન્ક એકાઉન્ટ દ્વારા “ડાયવર્ટ” કરવામાં આવ્યા હતા અને માલિકોના નફાના હિસ્સાને ક્રિપ્ટોમાં રોકાણ કરવામાં આવ્યું હતું. રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા અથવા હવાલાના માધ્યમથી દુબઇ મોકલાયા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે આ રૂપિયા ડોમેસ્ટિક મની ટ્રાન્સફર (ડીએમટી) દ્વારા સટોડિયાઓના બેન્ક ખાતામાં પણ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
આપણ વાંચો: કચ્છમાં બનાવટી EDના દરોડા મામલો પકડી રહ્યો છે રાજકીય રંગ, AAP એ આરોપીની સાંસદ સાથેની તસવીર શેર કરી
બૉલિવૂડની ઘણી હસ્તીઓએ પોર્ટલ લૉન્ચ કરવા માટે પાર્ટીમાં હાજરી આપી હતી. ઇડી તપાસમાં બહાર આવ્યું છે કે આ હસ્તીઓએ મૈજિકવિન માટે વીડિયો અને ફોટોશૂટ પણ કર્યા હતા અને તેને પ્રમોટ કરવા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યા હતા.