દિલ્હી AAPના નેતા ફરી જેલમાં જશે! EDએ આ ત્રણ કૌભાંડ મામલે કેસ દાખલ કર્યા

નવી દિલ્હી: દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આમ આદમી પાર્ટી(AAP)ની મુશ્કેલીઓ સતત વધી રહી છે. અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ દિલ્હી આપના ત્રણ વરિષ્ઠ નેતાઓ સામે મની લોન્ડરિંગ કેસ દાખલ કર્યા (ED registered case against AAP leaders) છે. દિલ્હીમાં AAPના સાશન દરમિયાન દરમિયાન થયેલા ત્રણ કથિત કૌભાંડોને મામલે ED તપાસ કરી રહી છે.
નોંધનીય છે કે અગાઉ અલગ અલગ મામલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા, ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને જેલમાં જવું પડ્યું હતું, હવે ફરી આપની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ મામલે કેસ દાખલ:
EDએ હવે AAP શાસન કાળ દરમિયાન હોસ્પિટલ બાંધકામ, સીસીટીવી કેમેરા ઈંસ્ટોલેશન અને શેલ્ટર હોમ બાંધકામ સાથે સંકળાયેલા કથિત કૌભાંડો મામલે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (ECIRs) દાખલ કર્યા છે. ત્રણેય કેસ મળીને 6,368 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો EDએ અંદાજ લાગાવ્યો છે. અહેવાલ મુજબ ED આપ નેતા સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરી શકે છે અને દરોડા પાડી શકે છે.
હોસ્પિટલ બાંધકામમાં કૌભાંડ:
EDએ દાખલ કરેલા ECIRsએ વર્ષ 2018-19માં કેજરીવાલની આગેવાની હેઠળની AAP સરકારે દિલ્હીમાં 24 હોસ્પિટલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી, જેમાં છ મહિનામાં ICU હોસ્પિટલો બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ રૂ.800 કરોડથી વધુનો ખર્ચ થઇ ગયો છે, પરંતુ નિર્માણકાર્ય હજુ સુધી માત્ર અડધે જ પહોંચ્યું છે.
ED એ આપેઈ જાણકારી મુજબ દિલ્હી સરકારની લોકનાયક હોસ્પિટલમાં કન્સ્ટ્રકશનનો ખર્ચ 488 કરોડ રૂપિયાથી વધીને 1,135 કરોડ રૂપિયા થયો છે. આરોપ મુજબ ઘણી હોસ્પિટલોમાં યોગ્ય મંજૂરી વગર જ બાંધકામ કરવામાં આવ્યું હતું.
CCTV ઈંસ્ટોલેશનમાં કૌભાંડ:
EDના આરોપ મુજબ વર્ષ 2019માં 70 વિધાનસભા મતવિસ્તારોમાં 1.4 લાખ CCTV કેમેરા લગાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. આ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ કામ સમયસર પૂર્ણ થયું ન હતું. આ માટે, BEL પર રૂ.17 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારવામાં આવી હતી, જો કે પાછળથી આ દંડ માફ કરવામાં આવ્યો હતો. આરોપ મુજબ સત્યેન્દ્ર જૈનને 7 કરોડ રૂપિયાની લાંચ મળી હતી.
શેલ્ટર હોમ કૌભાંડ:
ED એ AAP ના કાર્યકાળ દરમિયાન દિલ્હી અર્બન શેલ્ટર ઈમ્પ્રૂવેમેન્ટ બોર્ડ (DUSIB) માં નકલી ફિક્સ્ડ ડિપોઝિટ રિસીપ્ટ(FDR) નો ઉપયોગ કરીને રૂ. 207 કરોડનો ભ્રષ્ટાચારનો કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI) અને એન્ટી કરપ્શન બ્યુરો(ACB) અગાઉથી આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…દિલ્હી વિધાનસભામાં ભારે હોબાળો, AAPના તમામ MLA સસ્પેન્ડ; CAG રિપોર્ટ રજુ થશે