Top Newsનેશનલ

દિલ્હી વિસ્ફોટ બાદ EDએ અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનની કરી ધરપકડ: જાણો આરોપ…

નવી દિલ્હી: લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ બાદ અલ ફલાહ યુનિવર્સિટીનું નામ ચર્ચામાં આવ્યું છે. કારણ કે આ કાવતરાને અંજામ આપનાર ‘વ્હાઈટ કોલર ટેરર મોડ્યુલ’ના ડૉક્ટર આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા. હવે અલ ફલાહ ગૃપ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અલ ફલાહ ગૃપના ચેરમેનની ધરપકડ કરવામાં આવી છે. આવો જાણીએ સમગ્ર મામલો શું છે.

ટ્રસ્ટના ભંડોળની હેરાફેરી અને છેતરપિંડીના આરોપો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલી બે FIR ના આધારે ED એ આ તપાસ શરૂ કરી હતી. જાવેદ અહેમદ સિદ્દીકી અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપનાકાળથી ટ્રસ્ટી રહ્યા છે અને સમગ્ર અલ ફલાહ ગ્રુપને નિયંત્રિત કરે છે, જેની હેઠળ યુનિવર્સિટી અને તેની તમામ કોલેજો આવે છે.

આરોપ છે કે અલ ફલાહ યુનિવર્સિટીએ NAAC માન્યતાનો ખોટો દાવો કર્યો હતો અને UGC કાયદાની કલમ 12(B) હેઠળ માન્યતા વિશે ખોટી માહિતી આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ગેરમાર્ગે દોર્યા હતા. UGC એ સ્પષ્ટ કર્યું છે કે યુનિવર્સિટી માત્ર કલમ 2(f) હેઠળ રાજ્ય ખાનગી યુનિવર્સિટી તરીકે સૂચિબદ્ધ છે અને 12(B) માટે ક્યારેય અરજી કરી નથી. EDની તપાસમાં જાણવા મળ્યું કે ટ્રસ્ટના ભંડોળને કૌટુંબિક કંપનીઓમાં વાળવામાં આવ્યું હતું. બાંધકામ અને કેટરિંગના કરારો જાવેદ સિદ્દીકીની પત્ની અને બાળકોની માલિકીની કંપનીઓને આપવામાં આવ્યા હતા.

19 સ્થળોએ દરોડા અને જપ્તી

ED એ અલ ફલાહ ગ્રુપ સાથે જોડાયેલા પરિસર પર દરોડા પાડ્યા હતા, જેમાં મહત્વપૂર્ણ માહિતી મળી હતી. દિલ્હીમાં 19 સ્થળોએ દરોડા દરમિયાન, ED ને ₹4.8 મિલિયનથી વધુ રોકડ, અસંખ્ય ડિજિટલ ઉપકરણો, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અનેક શેલ કંપનીઓના પુરાવા મળી આવ્યા હતા.

EDનું કહેવું છે કે સિદ્દીકીએ વિવિધ માધ્યમો દ્વારા ગુનાહિત રકમ છુપાવી અને મની લોન્ડરિંગ કર્યું હતું, જેના પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ સિદ્દીકીને તબીબી તપાસ કરાવ્યા બાદ સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button