નેશનલ

પાકિસ્તાનમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ; જમ્મુ-કાશ્મીરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

શ્રીનગર: શનિવારે પાડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેની અસર જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને તેનું ઉદગમ કેન્દ્ર પાકિસ્તાનમા હતું. કાશ્મીર ખીણના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે ભૂકંપથી નુકસાન થયાના કોઇ અહેવાલ નથી.

ઇસ્લામાબાદમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ

પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 1 વાગ્યા આસપાસ પાકિસ્તાનની ધરતી ધ્રુજી ઉઠી હતી. લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ અગાઉ કહ્યું હતું કે ભૂકંપની તીવ્રતા 5.8 દર્શાવી હતી પરંતુ બાદમાં તેની સમીક્ષા કરવામાં આવી અને તેને 5.3 કરવામાં આવ્યું હતું.

ભૂકંપથી કેટલું નુકસાન થયું?

હાલમાં માહિતી જાહેર કરવામાં આવી નથી. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના આંચકા ભારતના કાશ્મીરમાં પણ અનુભવાયા હતા. પૂંછ અને રાજૌરીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે 5.8 ની તીવ્રતાનો ભૂકંપ પાકિસ્તાનમાં 33.63 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 72.46 ડિગ્રી પૂર્વ રેખાંશ પર 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર ઉપરાંત પંજાબ અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પણ વાંચો: પાપુઆ ન્યુ ગિનીમા 6.9 ની તીવ્રતાનો ભૂકંપ, કોઇ જાનહાનિ નહિ…

ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ

પાડોશી દેશ પાકિસ્તાનમાં ભૂકંપ કોઇ નવી વાત નથી કારણ કે આ દેશ કારણ કે આ દેશ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો છે. આ વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.

ભૂકંપે મ્યાનમારમાં મચાવી હતી તબાહી

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં, શુ28 માર્ચના મ્યાનમાર અને થાઇલેન્ડમાં 7.2 ની તીવ્રતાના ભૂકંપે ભારે તબાહી મચાવી હતી. જેમા અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભૂકંપના આંચકા મ્યાનમાર, થાઈલેન્ડ અને ભારત સહિત 5 દેશોમાં અનુભવાયા હતા. જેમા 1600થી વધુ લોકોનું મોત થયું હતું, જ્યારે 3400 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button