ટોપ ન્યૂઝનેશનલ

મોરોક્કોમાં ભૂકંપે તારાજી સર્જી, ૩૦૦થી વધુના મોત, સેંકડો ઘાયલ

ઉત્તર આફ્રિકાના દેશ મોરોક્કોમાં શુક્રવારની મોડી રાત્રે આવેલા ભૂકંપે તારાજી સર્જી છે. મોરોક્કોના મરાકેશ વિસ્તારમાં રીક્ટર સ્કેલ પર 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મોરોક્કોના ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ભૂકંપના કારણે ૩૦૦થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 153 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપના કારણે જાનમાલના નુકશાન અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે, સાથે સાથે તમામ શક્ય મદદની ખાતરી આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે મારી સંવેદના તેમની સાથે છે. ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ શક્ય મદદ કરવા તૈયાર છે.

યુએસ જિયોલોજિકલ સર્વે મુજબ લગભગ શુક્રવારની રાત્રે સ્થાનિક સમય અનુસાર 11:11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર 18.5 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે.

મોરોક્કન ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ભૂકંપથી સૌથી વધુ નુકસાન શહેરની બહાર જૂની વસાહતોને થયું છે. મોરોક્કોના નાગરિકોએ સોશિયલ મીડિયા પર ભૂકંપ સંબંધિત વીડિયો અને તસવીરો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ઇમારતો ધરાશાયી થઇ કાટમાળના ઢગલામાં ફેરવાતી જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે મારાકેશમાં જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. ભૂકંપને કારણે ઘણા પ્રવાસીઓએ પણ ફસાયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button