ચૂંટણી પ્રચાર દરમિયાન TMC સાંસદે પોતાની જ પાર્ટીના વિધાનસભ્યને ગાડી નીચે ઉતાર્યા, જાણો શું હતું કારણ

શ્રીરામનગર: લોકસભા ચૂંટણી 2024 ભાગ રહેલા ઉમેદવારો મતદારોને રીજવવા હાલ કવાયત કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળની શ્રીરામપુર(Shriramnagar) લોકસભા બેઠક માટે પાંચમા તબક્કામાં 25 મેના રોજ મતદાન થવાનું છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)એ ફરી એકવાર શ્રીરામપુરના વર્તમાન સાંસદ કલ્યાણ બેનર્જી(kalyan banerje) પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ બેઠક પર ચોથી વખત ચૂંટણી જીતવા માટે કલ્યાણ બેનર્જી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન કલ્યાણ બેનર્જી અને TMC વિધાનસભ્ય કંચન મલિક વચ્ચે મતભેદ હોવાનું જાહેર થયું છે.
કલ્યાણ બેનર્જી ગુરુવારે કોનનગર નવાગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રચાર અને જનસંપર્ક માટે નીકળ્યા હતા. કોનનગર સ્ટેશન રોડ પર તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના કાર્યાલયની સામેથી પ્રચારની શરૂઆત થઈ. કલ્યાણ બેનર્જીની ખુલી ગાડીમાં ઉત્તરપાડાના TMC વિધાનસભ્ય કંચન મલ્લિક પણ સવાર થયા હતા, જેઓ તેમની સાથે પ્રચાર કરવા માંગતા હતા, પરંતુ TMC સાંસદે તેમને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું. આ પછી કંચન મલ્લિક કારમાંથી નીચે ઉતરી ગયા અને પાર્ટીના કાર્યકરની બાઇક પર જતી રહી.
આપણ વાંચો: સંસદ પરિસરમાં TMC સાંસદે ઉપરાષ્ટ્રપતિની કરી મિમિક્રી, રાહુલ ગાંધીએ વીડિયો ઉતાર્યો
અહેવાલો મુજબ વિધાન સભ્ય કંચન મલ્લિકે તાજેતરમાં ત્રીજા લગ્ન કર્યા છે, જેના કારણે વિસ્તારમાં તેમની છાપ સારી નથી, ખાસ કરીને પ્રદેશની મહિલાઓ તરફથી નકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે.
આ વિડીયો વાયરલ થયા બાદ કલ્યાણ બેનર્જીને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મને ખબર નથી કે તેઓ નારાજ છે કે નહીં. મેં તેમની સાથે અગાઉ પણ પ્રચાર કર્યો છે. જ્યારે તેઓ મારી સાથે પ્રચાર કરી રહ્યા છે ત્યારે ગામની મહિલાઓ ખૂબ જ નકારાત્મક પ્રતિક્રિયા આપી રહી છે. મેં તેમને પહેલેથી જ કહી દીધું હતું કે વિસ્તારમાં ન આવો, તેઓ મારી સાથે જ પ્રચાર કેમ કરી રહ્યા છે? વિધાનસભ્ય પોતે અલગથી પ્રચાર કરી શકે છે, ચૂંટણી મારે લડવાની છે, હું લોકોના મનને સમજવા માંગુ છું.”
TMCના કલ્યાણ બેનર્જી શ્રીરામપુરથી બીજેપીના કબીર શંકર બોઝ અને CPI(M)ની દિપ્સીતા ધર સામે ચૂંટણી લડી રહ્યા છે.