આ કારણે Ujjainના Baba Mahakaal મંદિરમાં લાગ્યા મોદી મોદીના નારા… વીડિયો થયો વાઈરલ…
ઉજ્જૈનઃ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી હાલમાં ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને આ જ યાત્રાને કારણે તેઓ ઉજ્જૈન પહોંચ્યા હતા. અહીં તેઓ ભગવાન મહાકાલના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા એ સમયે તેમની સાથે કંઈક એવું થયું હતું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
મળી રહેલી માહિતી પ્રમાણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઢવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા આજે મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે પહોંચી હતી. ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં રાહુલ ગાંધીએ પૂજા-અર્ચના કરી હતી. પરંતુ રાહુલ ગાંધી ગર્ભગૃહમાં જઈને દર્શન કરી શક્યા નહીં.
સાધનોના જણાવ્યા અનુસાર શિવરાત્રીને કારણે રાહુલ ગાંધીને ગર્ભગૃહમાં જઈને પૂજા કરવાની અનુમતિ નહોતી આપવામાં આવી. આ સમયે રાહુલ ગાંધી સાથે કમલનાથ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓ પણ જોવા મળ્યા હતા. આ સિવાય મંદિરમાં હાજર લોકોએ રાહુલ ગાંધીને જોતા જ મોદી મોદીના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈકસ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાહુલ ગંધી પૂજા અર્ચના કર્યા બાદ ઉજ્જૈનમાં રોડ શોમાં પણ ભાગ લેવાના છે. આ પહેલાં 2023માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ભારત જોડો યાત્રા મધ્ય પ્રદેશના માલવાના બુરહાનપુર થઈને ઉજ્જૈન પહોંચી હતી. એ સમયે પણ રાહુલ ગાંધીએ બાબા મહાકાલના દરબારમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.