નેશનલ

પગાર વિવાદમાં ડ્રાઇવર પર કર્યો છરી વડે હુમલો, ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા સામે ગુનો નોંધાયો

મુંબઈઃ ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તા (FilmMaker Manish Gupta) પર પગારના રૂપિયા ના ચૂકવ્યા હોવાના વિવાદ મુદ્દે તેમના ડ્રાઇવર પર છરી હુમલો કર્યાના આરોપ સાથે કેસ દાખલ કરવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પગારની બાકી રકમ ન ચૂકવવાના વિવાદ બાદ ફિલ્મ નિર્માતા મનીષ ગુપ્તાએ છરીથી તેમના ડ્રાઇવર પર હુમલો કરીને ઘાયલ કર્યો હતો. જેથી મનીશ ગુપ્તા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. છરી વડે કરવામાં આવેલા હુમલામાં ડ્રાઇવરને ઈજા થઈ હોવાનું પણ જાણવા મળ્યું છે.

મનીષ ગુપ્તા સમયસર પગાર ના આપતા હોવાનો લાગ્યો આરોપ

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજીબુલ ઇસ્લામ લશ્કર નામનો વ્યક્તિ મનીષ ગુપ્તાનને ત્યા છેલ્લા ત્રણ વર્ષથી 23,000 રૂપિયાના પગાર સાથે ડ્રાઈવરની નોકરી કરતો હતો. લશ્કરે આરોપ લગાવ્યો છે કે, તેને ક્યારેય સમયસર પગાર આપવામાં આવ્યો નથી. એટલું જ નહીં પરંતુ 30મી મેના રોજ મનીષ ગુપ્તાએ પગાર આપ્યા વિના જ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. પરંતુ પોતાનો પગાર લેવા માટે ફરી લશ્કરે નોકરી શરૂ કરી હતી. તેમ છતાં પણ તેને પગારના રૂપિયા આપવામાં આવ્યા નહોતા.

પગાર બાબતે ડ્રાઈવર રાજીબુલ ઇસ્લામ લશ્કર અને મનીષ ગુપ્તા સાથે શુક્રવારે રાત્રે વર્સોવાના નિવાસસ્થાને વચ્ચે ઝઘડો થયો હતો. રાજીબુલ ઇસ્લામ લશ્કરે એવો આરોપ લગાવ્યો છે કે, પગારના રૂપિયા માંગ્યાં તો મનીષ ગુપ્તાએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. વર્સોવા પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

રાજીબુલ ઇસ્લામ લશ્કરના સંબંધીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

ગુપ્તાએ ડ્રાઇવર રાજીબુલ ઇસ્લામ લશ્કર (32) પર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. જેથી રાજીબુલ ઇસ્લામ લશ્કરના સંબંધીઓ તેનો હોસ્પિટલ લઈ ગયાં અને વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. ફરિયાદના આધારે મનીષ ગુપ્તા પર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ખતરનાક હથિયારથી ગંભીર ઇજા પહોંચાડવા, શાંતિ ભંગ કરવા માટે ઇરાદાપૂર્વક અપમાન કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે, જો કે, હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button