નેશનલ

DRDOએ એક જ લોન્ચરથી બે ‘પ્રલય’ મિસાઇલોનું કર્યું સફળ પરીક્ષણ: જાણો કેમ ખાસ છે આ મિસાઇલ…

બાલાસોર: ભારતની સંરક્ષણ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો થયો છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને(DRDO) આજે સ્વદેશી ‘પ્રલય’ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ઓડિશાના ચાંદીપુર ખાતે દરિયાકાંઠેથી હાથ ધરવામાં આવેલા આ પરીક્ષણમાં એક જ લોન્ચર દ્વારા ટૂંકા સમયગાળામાં બે મિસાઇલો છોડી હતી.

ભારતીય સેનામાં સામેલ થશે ‘પ્રલય’ મિસાઇલ

ભારતે પોતાની અત્યાધુનિક ટેકનોલોજી અને ત્વરિત પ્રતિભાવ ક્ષમતાનું લોખંડી પ્રદર્શન કર્યું છે. આજે સવારે 10:30 વાગ્યે ઓડિશાના ચાંદીપુર ખાતેની ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી એક જ લોન્ચરથી બે મિસાઇલોનું બેક-ટુ-બેક પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. બંને મિસાઇલોએ તેના પૂર્વનિર્ધારિત માર્ગ પરથી પસાર થઈને તમામ ટાર્ગેટને સફળતાપૂર્વક ભેદ્યા હતા. આ પરીક્ષણ સમયે DRDOના વૈજ્ઞાનિકોની સાથે ભારતીય વાયુસેના અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ ઐતિહાસિક સફળતા બદલ DRDO અને ભારતીય સેનાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સફળતા ભારતીય મિસાઇલ સિસ્ટમની વિશ્વસનીયતા પર મહોર મારે છે. DRDO ના વડાએ સંકેત આપ્યો છે કે, આ સફળ પરીક્ષણ બાદ ‘પ્રલય’ મિસાઇલ ટૂંક સમયમાં જ સત્તાવાર રીતે ભારતીય સેનાના ભાથામાં સામેલ થશે.

આ પણ વાંચો…બ્રહ્મોસ-2 મિસાઈલ: 8,500 km/hની ઝડપ સાથે દુશ્મનો માટે બનશે કાળ, જાણો તેની તાકાત?

‘પ્રલય’ મિસાઇલની ખાસિયત

‘પ્રલય’ એ ભારતની પ્રથમ સ્વદેશી સેમી-બેલિસ્ટિક મિસાઇલ છે. તે સોલિડ ફ્યુલ આધારિત મિસાઇલ છે, જે અત્યાધુનિક નેવિગેશન અને ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. તેની હાઇ-ટેક સિસ્ટમ તેને અત્યંત સચોટ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. આ મિસાઇલ વિવિધ પ્રકારના શક્તિશાળી યુદ્ધાભ્યાસ શસ્ત્રો વહન કરી શકે છે, જે તેને રણમેદાનમાં અત્યંત ઘાતક બનાવે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button