નેશનલ

લોકસભાના અધ્યક્ષે ભાજપના સાસંદને આપી સલાહ, “મંત્રીજી, પ્રશ્નકાળમાં શેરો-શાયરી નથી હોતી”

નવી દિલ્હી: લોકસભા અધ્યક્ષે સંસદની અંદર કામગીરી સિવાયની બાબતોથી દૂર રહેવા સલાહ આપી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કહ્યું કે તેમણે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન શેરો શાયરી વાંચવી જોઈએ નહીં. પ્રશ્નકાળ દરમિયાન ઊર્જા પ્રધાન પૂરક પ્રશ્નનો જવાબ આપતી વખતે કોંગ્રેસ પર નિશાન સાધતાં એક શાયરી વાંચી હતી.

પ્રશ્નકાળમાં શેરો-શાયરી નથી હોતી

પ્રાપ્ત વિગતો અનુસાર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ઊર્જા પ્રધાન મનોહર લાલ ખટ્ટરને કહ્યું કે તેમણે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન શાયરીઓ વાંચવી જોઈએ નહીં.

હકીકતે કેન્દ્રીય ઊર્જા પ્રધાન મનોહરલાલ ખટ્ટર પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના લોકસભા સભ્ય હરીશ મીણાના પૂરક પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતી એક શાયરી વાંચી હતી. આ વાત પર લોકસભા અધ્યક્ષે તેમને અટકાવતા કહ્યું હતું કે, “મંત્રીજી, પ્રશ્નકાળમાં શેરો-શાયરી નથી હોતી.”

આપણ વાંચો: 12 કલાકની ચર્ચા બાદ વકફ સુધારા બિલ લોકસભામાં પસાર; સમર્થનમાં પડ્યા 288 મત

વિરોધ પક્ષનું સંસદમાંથી વોકઆઉટ

લોકસભામાં આજે કોંગ્રસ અને અને વિરોધ પક્ષનાં સભ્યોએ મધ્ય પ્રદેશનાં જબલપુરમાં કેથલિક પાદરીઓ પર કથિત હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ બાદ વિરોધ પક્ષના સભ્યોએ ગૃહમાં વિરોધ વ્યક્ત કરવા નરેબાજી કરી હતી અને ત્યાર બાદ તેમણે સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.

આપણ વાંચો: વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો હંગામો

કેસી વેણુગોપાલે કર્યો દાવો

કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે દાવો કર્યો હતો કે વિશ્વ હિન્દુ પરિષદના માણસોએ મંગળવારે મધ્યપ્રદેશના જબલપુરમાં બે ખ્રિસ્તી પાદરી પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું, “લઘુમતીઓ પર કેવી રીતે હુમલો થઈ રહ્યો છે તેનું આ બીજું ઉદાહરણ છે. સંઘ પરિવારના લોકો સતત ચર્ચો પર હુમલો કરી રહ્યા છે, પરંતુ સરકાર આંખ આડા કાન કરી રહી છે અને કોઈ પગલાં લઈ રહી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button