દિવાળીએ ટ્રેનમાં ફટાકડા લઈ જવાની ભૂલ ન કરતા નહીં તો સજા ભોગવવા તૈયાર રહેજો, જાણો રેલવેનો નિયમ…

નવી દિલ્હીઃ દિવાળીનો તહેવારને કારણે માર્કેટમાં અત્યારથી લોકોની ચહલપહલ વધી છે, જ્યારે લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવા વિચારી રહ્યા છે, જ્યારે માર્કેટમાં ખરીદીનો માહોલ ઊભો થયો છે. મીઠાઈ અને ફટાકડાની ડિમાન્ડમાં પણ આગામી દિવસોમા વધારો થશે, પરંતુ જો તમે ટ્રેનમાં ફટાકડા લઈ જવાનું વિચારતા હોય તો તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે અને એના માટે રેલવેનો નિયમ પણ જાણી લેવો તમારા માટે હિતાવહ રહેશે.
પ્રતિબંધિત વસ્તુ સાથે ટ્રાવેલ કરી શકો નહીં
રેલવેના નિયમ પ્રમાણે ટ્રેનમાં મુસાફરી વખતે કોઈ પણ જ્વલનશીલ વસ્તુઓની લઈ જવામાં પ્રતિબંધ હોય છે, જેમાં ફટાકડા, રોકેટ સહિત અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. ટ્રેનમાં ખાસ કરીને વિસ્ફટોક અને ખતરનાક જે જાનહાનિ ઊભી થાય એવી વસ્તુઓનો પ્રતિબંધ હોય છે, જેથી તેની સાથે ટ્રાવેલ કરી શકાય નહીં.
સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે
રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનમાં પ્રતિબંધિત સામાનની હેરફેર કરવાનો પણ ગુનો બને છે, જેમાં દિવાળી હોય કે નવું વર્ષ ખાસ કરીને ચેકિંગ પણ કરવામાં આવે છે, જ્યારે કોઈ પ્રવાસી પાસેથી વિસ્ફોટક વસ્તુ મળે તો તેની સામે સખત કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે
પ્રવાસી જો કોઈ પ્રતિબંધિત વસ્તુ સાથે મુસાફરી કરતા ઝડપાય તો રેલવે એક્ટની 164 અન્વયે 1000 રુપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધી જેલની સજા થઈ છે, કારણ કે ફટકડાં પ્રતિબંધિત છે. આ ઉપરાંત, આ વસ્તુઓ લઈ જવાથી થતા કોઈપણ નુકસાન, ઈજા અથવા નુકસાન માટે તેઓ જવાબદાર પણ હોઈ શકે છે.