સોના પર કોઈ ટેરિફ નહીં લાગે; બજારમાં ઉથલપાથલ વચ્ચે ટ્રમ્પની જાહેરાત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો લાગી રહી હતી કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોના પર ભારે ટેરીફ લાગુ કરી શકે છે. જેને કારણે બુલિયન માર્કેટમાં ખળભળાટ મચી ગયો હતો. એવામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે સોના પર કોઈ ટેરિફ લાગુ નહીં કરવામાં આવે.
અગાઉ, યુએસના કસ્ટમ્સ અને બોર્ડર સિક્યુરિટી વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સોના પર ભારે ટેરીફ લાગુ કરવામાં આવી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું એક કિલોગ્રામ અને 100 ઔંસના સોનાના બાર પર ટેરિફના લાગુ થશે. જેને કારણે બુલિયન માર્કેટમાં ઉથલપાથલ મચી ગઈ હતી. સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ હવે ટ્રમ્પે આ અંગે સ્થિતિ સ્પષ્ટ કરી છે, ટ્રમ્પના નિવેદન બાદ સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.
ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદે છે, બાબતથી ટ્રમ્પ નારાજ છે. પહેલા ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, બાદમાં તેને વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે.
સોમવારે લોકસભામાં ભારત સરકારે જણાવ્યું હતું કે માંગ, ગુણવત્તા અને કરારની સહિતના વિવિધ પરિબળોને આધરે ભારતની નિકાસ પર યુએસ ટેરિફની શરુ અસર થશે એનું આંકલન કરી રહ્યા છીએ.
આ પણ વાંચો…અમેરિકાએ ગોલ્ડ બારની આયાત પર ટૅરિફ લાદી હોવાના અહેવાલે સોનાનો વાયદો 1.4 ટકા ઉછળ્યો…