ડોલાન્ડ ટ્રમ્પના H-1B વિઝા નિર્ણય બાદ ફ્લાઇટ ભાડામાં ધરખમ વધારો, વાંચો અહેવાલ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ડોલાન્ડ ટ્રમ્પના H-1B વિઝા નિર્ણય બાદ ફ્લાઇટ ભાડામાં ધરખમ વધારો, વાંચો અહેવાલ

ન્યૂ યોર્ક, અમેરિકા: યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) દ્વારા H-1B વિઝા (H-1B visa cost) માટેની ફી વધારીને 100,000 કરવામાં આવી છે. ટ્રમ્પ દ્વારા અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ 21 સપ્ટેમ્બરની ટૂંકી સમયમર્યાદાને કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. આ જાહેરાત થતાં જ ઘણા ભારતીય ટેક્નોલોજીસ્ટ વિમાનમાંથી ઉતરી ગયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

યુએસની સીધી ફ્લાઇટના ખર્ચમાં વધારો થયો

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો તેનો લાભ લેવા માટે એરલાઇન્સે ભારતમાં ફસાયેલા લોકોએ યુએસની સીધી ફ્લાઇટના ખર્ચમાં વધારો કરી દીધો છે. તમામ H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો હિસ્સો લગભગ 70% હોવાથી, આ પગલું તેમના માટે વધુ મુશ્કેલ સાબિત થઈ શકે છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ અને જેપી મોર્ગન જેવી ટોચની ટેક કંપનીઓએ H-1B વિઝા ધરાવતા તેમના કર્મચારીઓને અમેરિકામાં જ રહેવાની સલાહ આપી છે. એટલું જ નહીં પરંતુ જે હાલમાં વિદેશમાં છે તેમને તાત્કાલિક અમેરિકામાં પાછા આવવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ટ્રમ્પનો ભારતને વધુ એક ફટકો, H1 B વિઝા માટે હવે વાર્ષિક 90 લાખની અધધધ ફી

21 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો

મહત્વની વાત એ છે કે, H-1B વિઝા ધારકો જે ભારતમાં વેકેશન અથવા બિઝનેસ ટ્રીપ પર છે તેઓ પહેલાથી જ સમયમર્યાદા ચૂકી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, H1-B ધારકોને 21 સપ્ટેમ્બરના રોજ 12:01 પહેલાં યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચવાનું કહેવામાં આવ્યું છે. તે પછી, કોઈપણ H-1B કાર્યકરને યુએસમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં સિવાય કે સ્પોન્સરિંગ ફર્મ 100,000 ડોલરની ફી ચૂકવવી પડી શકે છે.ડોનાલ્ડ ટ્રમ્પના H-1B વિઝા ફી વધારવાના નિર્ણયથી ભારતીય ટેક પ્રોફેશનલ્સમાં હાહાકાર મચ્યો છે. ફ્લાઈટ્સની ટિકિટના ભાવમાં જબરદસ્ત વધારો અને સમયમર્યાદાની ચિંતાએ સ્થિતિ ગંભીર બનાવી છે.

આ પણ વાંચો : H-1B વિઝા ધારકો જાણી લો આ ખાસ વાત, નહીંતર અમેરિકામાં પ્રવેશવું મુશ્કેલ બની જશે…

ફ્લાઇટ્સની ટિકિટના ભાવમાં પણ ધરખમ વધારો

ટ્રમ્પના નિવેદનના બે કલાકની અંદર નવી દિલ્હીથી ન્યૂ યોર્કના જોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ટિકિટના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. આ ટ્રિપનો ભાવ અત્યારે લગભગ 37,000 રૂપિયાથી વધીને 70,000 હજારથી 80,000 રૂપિયા થઈ ગયો છે. આ ખરેખર ખુલ્લેઆમ લૂંટ હોવાનું પણ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button