ભારતે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કર્યું છે કે ટ્રમ્પે જૂઠાણું ચલાવ્યું ?

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ટેરિફ મામલે વાટાઘાટો ચાલી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા 25 ટકા ટેરિફની વાત કરી હતી. બાદમાં તે નિર્ણયને સ્થગિત પણ રાખ્યો હતો. હવે ટ્રમ્પે એવું કહે છે કે, ‘ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે, જો તેને પ્રમાણિત થાય છે તો સારૂ છે’. આ હકીકત છે કે, શું તે એક સવાલ છે! શું ભારતે રશિયા પાશેથી ખરેખર તેલની ખરીદી બંધ કરી દીધી છે કે પછી ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર અફવાઓ ફેલાવી રહ્યાં છે? ચાલો જોઈએ આ અહેવાલમાં…
ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધુંઃ ટ્રમ્પનો દાવો
ટ્રમ્પનો દાવો એવો હતો કે, ‘ભારતે હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. પરંતુ તે સાચું છે કે, ખોટું તે ખબર નથી. જો સાચુ હોય તો તે સારૂ પગલું છે’. ભારત અને રશિયાના સંબંધો મામલે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વારંવાર દખલ કરતા રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મામલે ભારતીય વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘અત્યારે આયાત પર કોઈ પ્રકારની રોક લગાવમાં આવી નથી આ અંગે વિદેશ મંત્રાલય અજાણ છે’.
ટ્રમ્પના દાવા પર ભારતીય વિદેશ મંત્રાલયે શું કહ્યું?
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય વિદેશ મંત્રાલયે એવું કહ્યું કે, ‘ભારતની ઊર્જા ખરીદી (તેલ ખરીદી) રાષ્ટ્રીય હિતો અને બજાર દળો દ્વારા સંચાલિત હોય છે. એટલું જ નહીં પરંતુ ભારતીય કંપનીઓ દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરવામાં આવી હોય તેવો કોઈ રિપોર્ટ અમને મળ્યો નથી’. તો સ્વાભિવક છે કે, ડોલાન્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ખોટો દાવો કરવામાં આવ્યો છે.
વિશ્વમાં સૌથી વધારે ક્રૂડ ઓઇલની ખરીદી ભારત કરે છે
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય કંપનીઓ રશિયા પાસેથી ઓઈલની ખરીદી બંધ કરી દીધી છે. કારણે કે, આ મહિનામાં ડિસ્કાઉન્ટ ઓછું મળ્યું છે અને ટ્રમ્પ દ્વારા ટેરિફ અને દંડની જાહેરાત કરવામાં આવી હતી. ક્રૂડ ઓઇલની ખરીદીમાં વિશ્વમાં સૌથી મોટું ખરીદદાર ભારત છે, અને તે મોટાભાગનું ક્રૂડ ઓઇલ સમુદ્ર માર્ગે રશિયા પાસેથી ખરીદે છે. જો કે, આ મીડિયા રિપોર્ટ્સમાં કરેવામાં આવેલા દાવા સાચા છે કે, ખોટી તે મામલે વિદેશ મંત્રાલય કે ભારત દ્વારા કોઈ સત્તાવાર જવાબ આપવામાં આવ્યો નથી.
ભારત સૌથી વધારે કંઈ કંપની ક્રૂડ ઓઇલ ખરીદે છે?
ભારતની ખાનગી કંપનીઓની વાત કરવામાં આવે તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અને નાયરા એનર્જી સૌથી વધારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. ક્ષમતાની વાત કરવામાં આવે તો, ભારતમાં પ્રતિદિન કુલ 52 લાખ બેરલ રિફાઇનિંગ થઈ શકે તેટલી ક્ષમતા છે, તેમાંથી 60% થી વધુ હિસ્સો સરકારી રિફાઇનર્સ દ્વારા નિયંત્રિત થાય છે. ટ્રમ્પ દ્વારા જે ટેરિફની ધમકી આપવામાં આવી હતી, તેના કારણે ભારતીય માર્કેટને કેટલી અસર થશે તે જોવું રહ્યું!
આ પણ વાંચો…રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ થાય તો ભારતને વર્ષે કેટલો પડી શકે છે ફટકો?