ટોપ ન્યૂઝનેશનલ

બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી બાદ ડીકે શિવકુમારની જાહેરાત:’સુખુ જ હિમાચલના મુખ્યપ્રધાન રહેશે’

શિમલા: Himachal Pradesh Political Crisis હિમાચલમાં ચાલી રહેલા રાજકીય ગરમાવો ધીમે ધીમે ઠંડો પડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે (Congress leader DK Shivkumar) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમે હિમાચલની રાજ્યસભાની બેઠક ગુમાવી છે તે ખૂબ જ દુઃખદ છે. હિમાચલની રાજ્યસભાની ચૂંટણી પર સમગ્ર દેશની નજર હતી. તેમણે કહ્યું કે અમે એક સંકલન સમિતિની રચના કરી છે, જે સરકાર અને પાર્ટી વચ્ચે સંકલનનું કામ કરશે. તેમણે કહ્યું કે અમે એક છીએ, અમારી પાસે સંપૂર્ણ સંખ્યા છે.

શું સીએમ સુખુ 5 વર્ષ સુધી સીએમ રહેશે? તેવા સવાલના જવાબમાં કોંગ્રેસના નિરીક્ષક ડીકે શિવકુમારે કહ્યું કે ‘હિમાચલમાં કોંગ્રેસની સરકાર છે અને સુખુ સીએમ છે. તમામ ધારાસભ્યો 5 વર્ષ માટે કોંગ્રેસની સરકાર ઈચ્છે છે…અહીં કોઈ ઓપરેશન લોટસ નથી’ આ દરમિયાન પાર્ટીનો મોટો નિર્ણય આપતાં તેમણે કહ્યું કે સુખુ (CM Sukhvinder Singh Sukhu) જ હિમાચલના મુખ્યપ્રધાન રહેશે.

આ દરમિયાન નિરીક્ષક ભૂપિન્દર હુડ્ડાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે અમે રાજ્યસભાની બેઠક કેમ હારી તેની ચર્ચા કરવામાં આવી છે. અમે દરેકના મતભેદો દૂર કર્યા છે. હવે અમે લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું. સંકલન સમિતિમાં સીએમ અને દિલ્હીમાંથી એક નામ આપવામાં આવશે. તેમનું કામ એકબીજાની વચ્ચે સર્વસંમતિ સાધવાનું રહેશે. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર 5 વર્ષ સુધી ચાલશે. સુખુ મુખ્યમંત્રી રહેશે. હુડ્ડાએ કહ્યું કે CM, PCC, ડેપ્યુટી સીએમ અને ત્રણ સભ્યોની બનેલી 6 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. આ ત્રણ સભ્યોના નામ હવે પછી જાહેર કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker