નેશનલ

કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલના એંધાણ વચ્ચે ડિકે શિવકુમારે કરી સ્પષ્ટતા; કોઇ મતભેદ નથી

બેંગલુરુ: કર્ણાટકના રાજકારણમાં નવી કોઇ ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. શાસક કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ પરિવર્તન અને સત્તા વહેંચણીને મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, નાયબ મુખ્ય પ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે નિવેદન આપી મતભેદોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે પાર્ટીમાં કોઈ મતભેદ નથી અને આ બાબતે જે પણ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેનું કોઈ મહત્વ નથી.

કોઇ જ મતભદ નથી

મતભેદોની ચર્ચા વચ્ચે શિવકુમારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને હાઇકમાન્ડ વચ્ચે કોઇ જ મતભેદો નથી. આ મુદ્દાનો ઉદ્ભવ કોંગ્રેસ નેતાઓના ડિનર બાદ થયો હતો અને ત્યારબાદ ચાલી રહેલી અટકળોની વચ્ચે હવે શિવકુમારે મતભેદોને મામલે નિવેદન આપીને પાર્ટીની અંદર બધુ ઠીક હોવાનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, “તમારી વચ્ચે મતભેદો હોઈ શકે છે, પણ અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. કોણે કહ્યું કે મતભેદો છે? કોઈ મતભેદો નથી.”

આપણ વાંચો: કર્ણાટકમાં ભાજપને મોટો ઝટકો; કેન્દ્રીય મંત્રીના જ પુત્રને ચાખવો પડ્યો હારનો સ્વાદ…

ડિનર પાર્ટી બાદ વિવાદ

સિદ્ધારમૈયાના નજીકના સાથી, જાહેર બાંધકામ મંત્રી સતીશ જરકીહોલીના નિવાસસ્થાને 2 જાન્યુઆરીએ યોજાયેલી બેઠકમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC સમુદાયોના વરિષ્ઠ મંત્રીઓની હાજરી બાદ આ ચર્ચાઓ તેજ બની હતી. કર્ણાટકમાં સત્તામાં ભાગીદારી અથવા મુખ્ય પ્રધાન પદને અંગેનો પ્રશ્ન ખૂબ જ ચર્ચામાં આવ્યો છે.

અન્યના નિવેદનનું મહત્વ નથી

આ ચર્ચાઓની વચ્ચે શિવકુમારે સ્પષ્ટ કહી દીધું કે કોંગ્રેસ પાર્ટીની અંદર કોઇપણ પ્રકારનો મતભેદ નથી. હાઇકમાન્ડ અને મુખ્ય પ્રધાન દ્વારા કહેવામાં આવશે તેનું જ મહત્વ છે. કોઇપણના નિવેદનનું મહત્વ નથી, પાર્ટી અધ્યક્ષ તરીકે હું જે કહું છું અને મુખ્ય પ્રધાન કે હાઇકમાન્ડ જે કહે છે માત્ર તેનું જ મહત્વ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button