દિશા પટણીના ઘરે ફાયરિંગ: આરોપીઓને બૂટ બચાવી શક્યા નહીં, જાણો ફાયરિંગથી એન્કાઉન્ટર સુધીની આખી કહાની | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

દિશા પટણીના ઘરે ફાયરિંગ: આરોપીઓને બૂટ બચાવી શક્યા નહીં, જાણો ફાયરિંગથી એન્કાઉન્ટર સુધીની આખી કહાની

મુંબઈ: બોલીવુડની જાણીતી અભિનેત્રી દિશા પટણીના ઘરે ફાયરિંગના ઘટનાએ ચકચાર મચાવી દીધો છે. 12 સપ્ટેમ્બરના થયેલા આ હુમલામાં પોલીસે તપાસ ચાલી રહી છે અને દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. જોકે, ગઈકાલે 17 સપ્ટેમ્બરના પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કર્યું હતું ત્યારે આજે 18 સપ્ટેમ્બરના રોજ પોલીસે બાઈકના નંબર પરથી શૂટરોની ઓળખ શોધી લીધી છે. આ ઘટના ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગની સાજિશ હોવાનું જાણવા મળ્યું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દિશાની બહેન ખુશ્બુ ધાર્મિક વ્યક્તિઓ વિરુદ્ધના કમેન્ટને કારણે થયું હતું.

પોલીસની પ્રારંભિક તપાસમાં જસૌલી વિસ્તારમાંથી મહત્વના સૂત્ર મળ્યા, જ્યાં સીસીટીવીમાં એક શૂટર અપાચે બાઈકના નંબર પ્લેટ પર ટેપ ચોંટતો દેખાયો. આ પછી બાઈકનો અસલી નંબર સામે આવ્યો હતો, જે દિલ્હીના સુલ્તાનપુરીના અનિલના નામે નોંધાયેલો છે. બીજી કાળી સ્પ્લેન્ડર બાઈક બાગપત જિલ્લાના લોહડા ગામના સંજીવ પુત્ર બલજીતના નામે છે. હવે તપાસ ચાલી રહી છે કે આ બાઈકો ગેંગ સાથે જોડાયેલી છે કે ચોરીની છે. ફાયરિંગ પછી આરોપીઓ રામપુર હાઈવે થી દિલ્હી તરફ ભાગ્યા હતા. જ્યારે આરોપીઓની પાસેથી જપ્ત બાઈક પર પેઈન્ટ લાગેલો મળ્યો, જેનાથી શરૂઆતમાં ઓળખ થવી મુશ્કેલ બની હતી.

આ પણ વાંચો: દિશા પટણીના ઘરે ફાયરિંગ કરનારા આરોપીઓનું એન્કાઉન્ટર

આ ફાયરિંગમાં સામેલ બે શૂટરને યુપી એસટીએફ, દિલ્હી પોલીસ અને હરિયાણા એસટીએફની સંયુક્ત ટીમે ગાઝીયાબાદમાં એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા. બુધવારે સાંજે ટ્રોનિકા સિટી વિસ્તારમાં તપાસ દરમિયાન બે શંકાસ્પદ લોકો સાથે પોલીસની ઝપાઝપી થઈ હતી, જેમાં 15 મિનિટ સુધી બંને તરફથી 30 રાઉન્ડ ગોળીઓના થયા. આ એન્કાઉન્ટરમાં 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા, અને બંને શૂટરના મોત થયા હતા. મૃતકોની ઓળખ રવિન્દ્ર (રોહતક, હરિયાણા) અને અરુણ (સોનીપત, હરિયાણા) તરીકે થઈ, જેઓ ગોલ્ડી બરાર અને રોહિત ગોદારા ગેંગના સભ્યો હતા, અને તેના પર 1-1 લાખનું ઈનામ હતું.

આ મામલે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ફાયરિંગની પહેલી ઘટના 11 સપ્ટેમ્બર સવારે થઈ, જ્યારે સુપર સ્પ્લેન્ડર બાઈક પર આવેલા બે અજાણ્યા લોકોએ હુમલો કર્યો. આમા નકુલ (બાગપતના લોહડા)એ ગોળીબાર કર્યો, અને વિજય (વાજિદપુર) બાઈક ચલાવી રહ્યો હતો. સીસીટીવી અને તપાસથી તેમના નામ સામે આવ્યા હતા અને શરૂઆતમાં તેના 25-25 હજારનું ઈનામ હતું, પછી તે 1-1 લાખ થયું. જ્યારે અન્ય બે આરોપીમાંથી અરુણે આ ઘટના સમયે હેલ્મેટ કાઢ્યું ન હતું, તેથી તેની ઓળખવામાં મુશ્કેલી થઈ હતી. પરંતુ રામપુર હોટલની ફુટેજમાં તેનો ચહેરો સ્પષ્ટ થયો.

આ પણ વાંચો: ફાયરિંગના દિવસે દિશા પટણીના ઘરે કોનો કોલ આવ્યો હતો, જાણો પોલીસે શું કહ્યું?

જો કે તપાસમાં આરોપી શોધવા માટે મુખ્ય કડી બની પુમાના લાલ રંગના બુટ જેના આધારી પોલીસે પાડોશી રાજ્યમાંથી તેની ઓળખ કરી હતી. એન્કાઉન્ટરમાં મલકિંસ અને જિયાના પિસ્તોલ તેમજ ઘણા કાર્તુસ મળ્યા આવ્યા હતા. જોકે હજુ બે આરોપીઓ ફરાર છે, જેની તલાશ માટે પોલીસ ટીમો કાર્યરત છે.

આ હુમલો ગોલ્ડી બ્રાર-ગોદારા ગેંગની યોજના હતી, જેઓએ બાઈકના નંબર પર ટેપ અને પેઈન્ટથી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. જસૌલીની ફુટેજથી અસલી નંબર મળ્યો. આ ઘટનાએ બરેલી અને યુપીમાં સનસનાટી મચાવી, અને પોલીસની ઝડપી કાર્યવાહીથી બે શૂટરો માર્યા, જ્યારે ગેંગનું નેટવર્ક યુપી સુધી ફેલાયેલું છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button