લખનઉ: ઉત્તર પ્રદેશના ગોંડામાં ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર મોતીગંજના પીકૌરા ગામ નજીક ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બા પલટી ગયા હોવાની ઘટના સર્જાય છે. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયાની આશંકા છે. રેલ્વે અને પોલીસની ટીમ હાલ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. ઘાયલોને રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.
આજે ગુરુવારે યુપીના ગોંડામાં ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બાઓ પલટી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જો કે આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાની વિગતો પણ છે. રેલ્વે અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. હાલ તેમના દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
મોતીગંજના પીકૌરા ગામ પાસે ગોંડા-ગોરખપુર રેલ્વે લાઇન પર આ અકસ્માત થયો છે. ટ્રેન નંબર 15904 ચંદીગઢ-દિબ્રુગઢ એક્સપ્રેસના પાંચ ડબ્બા પલટી ગયા હોવાની વિગતો મળી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રેલ્વે અને પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઘાયલોને રેલવે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે.
આ સમાચાર બ્રેકિંગ તરીકે આવી રહ્યા છે, સમાચારને અપડેટ કરવા માટે પેજને રિફ્રેશ કરો.