છત્તીસગઢમાં માઓવાદીઓનો સેના પર હુમલો, 2 જવાન શહીદ, 4 ઘાયલ
બીજાપુર: છત્તીસગઢ માઓવાદીઓ(Maoist Attack)એ બુધવારે રાત્રે સેના જવાનોને નિશાન બનાવી પર ફરી એક મોટો હુમલો કર્યો હતો. છત્તીસગઢના બીજાપુર જિલ્લા(Bijapur District)માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) પર માઓવાદીઓએ હુમલો કર્યો હતો, ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IED) હુમલામાં STF ના બે જવાનો શહીદ થયા છે અને અન્ય ચાર ઘાયલ થયા છે.
બીજાપુર-સુકમા-દંતેવાડા જિલ્લાઓના જંગલોમાં માઓવાદી વિરોધી ઓપરેશન પછી STFના જવાનોની ટીમ પરત ફરી રહી હતી ત્યારે તાર્રેમ વિસ્તાર(Tartem Area)માં આ ઘટના બની હતી.
STF, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ, રાજ્ય પોલીસના બંને એકમો – સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને તેના ચુનંદા એકમ CoBRA સાથે મળીને મંગળવારથી માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ચલાવી રહ્યા હતા.
બીજાપુર પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “દર્ભા અને પશ્ચિમ બસ્તર વિભાગના નક્સલીઓની હાજરી અંગેની બાતમી મળતાં અને લશ્કરી કંપની નં. 2, STF, DRG, CoBRA, અને CRPF ની ટીમો ઉપરોક્ત જિલ્લાઓમાંથી 16 જુલાઈના રોજ સંયુક્ત ઓપરેશન પર ગયા હતા.”
ઓપરેશન પૂરું કરીને જવાનો પરત ફરી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ તેમને IED વડે નિશાન બનાવ્યા. હુમલામાં શહીદ થયેલા બે જવાનોની ઓળખ રાયપુરના રહેવાસી ભરત સાહુ અને નારાયણપુર જિલ્લાના રહેવાસી સત્યેર સિંહ કાંગે તરીકે થઈ છે.
દરમિયાન, વધારાના સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે અને ઘાયલ STF જવાનોની યોગ્ય સારવાર માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.