હિમાચલના ધર્મશાળામાં નદી-નાળામાં પાણીની ધરખમ આવક, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત, અનેક મજૂર ગુમ, બેના મોત | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

હિમાચલના ધર્મશાળામાં નદી-નાળામાં પાણીની ધરખમ આવક, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ અસરગ્રસ્ત, અનેક મજૂર ગુમ, બેના મોત

ધર્મશાળા: હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની હોવાના સમાચાર મળી રહ્યા છે, ધર્મશાળા સ્થિત એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નજીક નાળામાં પાણીની ભારે આવકથી અનેક મજૂરોનો પાણીમાં ગરકાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક અને વહીવટી તંત્રએ તાત્કાલિક પગલા લઈ રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી છે.

દેશભરમાં હાલ ચોમાસાની સીઝન જામી ચુકી છે. વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉપરવાસમાં ભાર વરસાદને કારણે મનુની નાળામાં પાણીની ધરખમ આવક થઈ હતી. નાળામાં અચનાક પાણીનો પ્રવાહ વધતા મનુની નાળા નજીક આવેલ એક નાનો હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પ્રભાવિત થયો હતો. જેના પરિણામે અનેક મજૂરો પાણીના પ્રવાહમાં વહી ગયા. અત્યાર સુધીમાં બે મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બચાવ ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળમાં કરી રહી છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખ્ખુએ આ ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું, “આ ઘટના અત્યત દુઃખદ છે. અમે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ગુમ થયેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરીએ છીએ.” તેમણે લોકોને ભારે વરસાદ દરમિયાન નદી-નાળાઓથી દૂર રહેવાની અપીલ પણ કરી. રાહત કાર્યોમાં SDRF, પોલીસ અને જિલ્લા વહીવટની ટીમો સતત કામ કરી રહી છે.

આ ઘટના બાદ કાગડા જિલ્લાના અધિકારી પણ માહિતી આપી હતી કે, હાલ સુધીમાં બે મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હાલ સુધીમાં ગુમ થયેલા લોકોની સંખ્યાની માહિત મળી નથી. જેની શોધ ખોળ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે જિલ્લા અધિકારી સ્થિતિને સામાન્ય ગણાવી હતી. તપાસ શરૂ હોવાની પણ વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે મૃતકોની ઓળખ અને લાપતા લોકોની સંખ્યા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 25 જૂને હિમાચલના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની, પરંતુ સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં પાણીનું સ્તર વધી રહ્યું છે, જેના કારણે સ્થાનિક વહીવટે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચો…દેશની સૌપ્રથમ હાઈડ્રોજન ટ્રેનના ‘ટ્રાયલ રન’માં અવરોધ, પણ ટ્રેનની વિશેષતા, જાણો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button