
નવી દિલ્હી: ભારતની સૌથી મોટી એરલાઇન્સ IndiGoએ ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના આદેશો પછી તેના ઘરેલુ ફ્લાઇટમાં લગભગ 10 ટકાનો ઘટાડો કર્યો છે. આના કારણે ઘણાં મુસાફરોને અસર થવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 94 રૂટ પર રોજ 130 ફ્લાઇટ્સ ઓછી થવાની છે. થોડા દિવસ પહેલા IndiGoની 1500થી પણ વધારે ફ્લાઈટ્સ રદ્દ થઈ હોવાના કારણે હજારો લોકો પરેશાન થયાં હતા. જેના કારણે DGCA દ્વારા કડક નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.
ક્યાં કારણોસર અનેક ફ્લાઈટો રદ્દ કરવામાં આવી?
મળતી વિગતો પ્રમાણે IndiGoએ તેના સૌથી વ્યસ્ત અને નફાકારક રૂટ જેમ કે દિલ્હી-મુંબઈ, દિલ્લી-બંગલોર અને મુંબઈ-બંગલોર પર એક પણ ફ્લાઈટ ઘટાડી નથી. દિલ્હીમાં કોઈ ફ્લાઇટ ઓછી નથી, જ્યારે મુંબઈમાં માત્ર 2 (એક આગમન અને એક પ્રસ્થાન) ફ્લાઈટ ઓછી કરવામાં આવી છે. એવિએશન એનાલિટિક્સ ફર્મ સિરિયમના ડેટા પ્રમાણે આ રૂટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે, ફક્ત દિલ્હી-મુંબઈ સેક્ટર પર દરરોજ 20 જેટલી ફ્લાઇટ્સ કાર્યરત છે.
બેંગ્લોર એરપોર્ટ પર 52 ફ્લાઇટ્સ ઓછી કરાઈ
ઇન્ડિગોના આ નિર્ણયાના કારણે સૌથી વધારે બેંગલુરુ સૌથી વધુ પ્રભાવિત થયું છે. અહીંથી બંગલોર એરપોર્ટ પર 52 ફ્લાઇટ્સ ઓછી કરાઈ, જે દેશમાં સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. આ સાથે હૈદરાબાદમાં 34, ચેન્નઈમાં 32, કલકત્તા અને અમદાવાદમાં 22-22 ફ્લાઇટ્સ ઓછી કરી દેવામાં આવી છે. ટૂંકા અંતરના રૂટ પર વધુ અસર થઈ છે.
DGCAએ વિન્ટર શેડ્યુલમાં 10% ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. કારણ કે IndiGoના ક્રૂ અવેલેબિલિટી, ટ્રેઇનિંગ અને રોસ્ટર પ્લેનિંગમાં લેપ્સ હતા. થોડા સમય પહેલા અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ, જે FDTL નિયમો, વેધર અને ATC સમસ્યાઓના કારણે થઈ હતી. મંત્રી કે. રામમોહન નાયડુએ રૂટ કાપવાની ચેતવણી આપી હતી. એટલું જ નહીં પરંતુ IndiGo CEO પીટર એલ્બર્સને મંત્રાલયમાં બોલાવવામાં આવ્યા હતા, જેના બાદ ઈન્ડિગોએ અનેક ફ્લાઈટો ઓછી કરાવનો નિર્ણય લીધો છે.



