ચૈત્ર નવરાત્રી: માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં ફુલોનો ભવ્ય શણગાર

શ્રીનગર: આજે ચૈત્ર નવરાત્રીનો પહેલો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના ત્રિકુટા પહાડમાં સ્થિત પવિત્ર યાત્રાઘામ માતા વૈષ્ણો દેવી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી (Devotees fathered at Vaishno devi temple) પડી છે.
નવરાત્રીના પહેલા દિવસે રવિવાર હોવાને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા પહોંચી રહ્યા છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને એ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલ મુજબ AI-CCTV કેમેરા અને ડ્રોન દ્વારા બેઝ કેમ્પ અને મંદિર તરફ જવાના માર્ગ પર સતત નજર રાખવામાં રાખવામાં આવી રહી છે. ગઈ કાલે શનિવારે, 48,000 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની મુલાકાત લીધી હતી, જ્યારે આજે રવિવારે બેઝ કેમ્પથી મંદિર સુધી લાંબી કતાર જોવા મળી હતી. મંદિર પરિસરમાં જમા થયેલા શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે.
આપણ વાંચો: ચૈત્રી નવરાત્રીને ધ્યાને લઈ પાવાગઢ અને અંબાજી મંદિરનાં સમયમાં ફેરફાર; જાણો વિગતો
ફૂલોનો શણગાર:

દર વર્ષે ચૈત્ર નવરાત્રી દરમિયાન લાખો ભક્તો અહીં પહોંચે છે. નવરાત્રી દરમિયાન, આ મંદિરને ફૂલો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી નિમિત્તે, જમ્મુ વૈષ્ણો દેવી મંદિરમાં ફૂલોનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
આનાથી પરિસરની સુંદરતામાં વધારો થયો છે. વૈષ્ણો દેવીને ગૌરી સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગૌરી સ્વરૂપ એ માતા પાર્વતીનું સ્વરૂપ છે.
આ વર્ષે 2025 માં, ચૈત્ર નવરાત્રી 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે, આ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માતાના દર્શન કરવા આવે તેવી શક્યતા છે. વૈષ્ણોદેવી મંદિર ભારતના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંનું એક છે.
આ મંદિર 5,200 ફૂટની ઊંચાઈ પર એક કુદરતી ગુફામાં આવેલું છે, જ્યાં માતા વૈષ્ણો દેવી ત્રણ મૂર્તિઓના રૂપમાં બિરાજમાન છે.