Top Newsનેશનલ

વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી, 25 લાખ દીવાઓથી દિવ્યામાન બન્યું શહેર…

વારાણસી: આજે દેવ દિવાળી છે, દિવાળી જેમ આજના દિવસનો પણ અનોખો મહિમા છે. દેવ દિવાળીના શુભ અવસર પર વારાણસીમાં ગંગા અને વરુણ નદીઓના કિનારે ભવ્ય નજારો જોવા મળ્યો હતો. આ વર્ષે વારાણસી શહેર 25 લાખથી પણ વધુ દીવાઓ શણગારવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે નમો ઘાટની મુલાકાત લીધી હતી અને રાજ્યની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરીને માતા ગંગા અને બાબા વિશ્વનાથને યોગ્ય વિધિઓ સાથે પ્રાર્થના કરી હતી.

નમો ધાટ પર વિશેષ ગંગા આરતીનું આયોજન

આજે દેવ દિવાળીના દિવસે વારાણસીના પ્રસિદ્ધ નમો ધાટ પર વિશેષ ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક લોકોએ આ નજારાને માણવા માટે આવ્યાં હતા. આ સાથે સારનાથના તિલમાપુરમાં બ્રહ્મચારીજી ચતુરાનંદ રંગીલ દાસ તળાવ ખાતે યોજાયેલા દીવા દાન સમારોહમાં પણ હજારો લોકો ઉમટ્યાં હતાં. અહીં પણ હજારો દીવા પ્રગટાવવામાં આવ્યા હતા, જેના કારણે વાતાવરણ એકદમ દિવ્ય બની ગયું હતું.

વરુણા નદીના ઘાટને પણ શણગારવામાં આવ્યો

વરુણા નદીના કિનારે અને સીડીઓ પર લોક ચેતના સંસ્થાએ શાળાના બાળકો સાથે મળીને તેલ અને વાટથી માટીના દીવાઓ સજાવવાનું શરૂ કર્યું હતું. વરુણા નદી અને ઘાટ પર દેવ દિવાળી જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ ઘાટને એવી રીતે શણગારવામાં આવ્યો હતો કે અહીંનું દ્રશ્ય જોઈને દરેક વ્યક્તિ મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. દેવ દિવાળીનું હિંદુ ધર્મમાં અનેરૂ મહત્વ રહેલું છે.

રંગોળી દ્વારા ભારતીય મહિલા ક્રિકેટ ટીમને શુભેચ્છાઓ

ભારતીય મહિલા ક્રિકેટ ટિમે પહેલીવાર વિશ્વ કપ જીતીને લાવી છે. જેથી શિવાની સેવા સમિતિ દ્વારા લાલઘાટ પર રંગોળી બનાવીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વિશ્વ વિજેતા બનવાની શુભેચ્છાઓ આપી હતી. આ સાથે સાથે અસ્સી ઘાટ પર ગંગા આરતી કરવામાં આવી હતી. ભવ્ય આરતી કરવામાં આવી હતી, પરંતુ ઘાટ પર પહેલેથી જ મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. સ્થાનિકોએ કહ્યું કે, આ વખતે પહેલાની દેવ દિવાળી કરતાં પણ વધુ લોકો આવ્યાં હતા.

આ સાથે સાથે દેવ દીપાવલી નિમિત્તે કળથી માર્કંડેય મહાદેવ ઘાટ અને સંગમ ઘાટને પણ આકર્ષક રીતે શણગારવામાં આવ્યો હતો. સારનાથમાં સારંગનાથ મહાદેવ કુંડ પણ હજારો દીવાઓથી પ્રકાશિત હતો. આ દરમિયાન ભક્તોએ ‘હર હર મહાદેવ’ના નારા લગાવ્યા અને ઘંટ વગાડ્યા હતાં. સાંજ પડતાં જ બાબા સારંગનાથ સેવા સમિતિએ દીવા પ્રગટાવમાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ મંદિર સંકુલમાં પચીસ હજાર દીવા પ્રગટાવવામાં આવ્યા હતાં. આજે લાખો દિવાઓથી વારાણસી શહેર દિવ્ય લાગી રહ્યું હતું.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button