દિલ્લીમાં કિન્નરની હત્યાનો ભેદ ઉકેલાયો! કરપીણ હત્યામાં સામે આવ્યું લવ એંગલ

દિલ્હી: દિલ્લીમાં થોડા દિવસ પહેલા મધુ વિહાર વિસ્તારમાં એક કિન્નરની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં અત્યારે પોલીસે બે લોકોની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી દીધી છે.
સોમવારે કિન્નરની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કિન્નરનું માથું ધડથી અલગ હતું. જેથી પોલીસે સત્વરે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી દીધી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતળની ઓળખ ખિચડીપુરના રહેવાસી કરણ ઉર્ફે અન્નુ રૂપે થઈ હતી.
આપણ વાંચો: સુરતમાં યુવકે કિન્નરની કરી હત્યા, બંને રહેતા હતા સાથે
રેહાને હક અને વિશ્વાસઘાતમાં કરણની હત્યા કરી દીધી
આ કેસમાં પોલીસે વધારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, દિલ્લીના ગાઝીપુર ગામમાં રહેતો એક યુવક રેહાન ઉર્ફે ઇક્કા છેલ્લા 4 મહિનાથી મૃતક વ્યક્તિ સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતો હતો.
આ દરમિયાન રેહાન વારંવાર કરણ પાસેથી રૂપિયા ખંખેરતો હતો. જેથી કરણ તેનીથી દૂર રહેવા લાગ્યો હતો. રેહાન કરણ પાસે રૂપિયા માંગતો હતો તે તેને પોતાનો હક લાગતો હતો. જ્યારે સામે કરણને તે વિશ્વાસઘાત લાગતો હતો.
જેથી બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો હતો. આ મામલે વારંવાર ઝઘડાઓ પણ થવા લાગ્યાં હતાં. પરંતુ ઝઘડો અને ઇર્ષા હત્યા સુધી પહોંચી જશે તેનો કોઈને ખ્યાલ નહોતો.
આપણ વાંચો: સિંધુદુર્ગમાં દારૂ પીધા પછી સગાએ કરી નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
પોલીસે મોટી રાત સુધી વોચ રાખી હત્યારાઓને ઝડપી પાડ્યા
વિવાદ એટલે વધી ગયો હતો કે, રેહાને પોતાના એક સાથીમિત્ર મોહમ્મદ સરવર સાથે મળીને કરણની હત્યા કરવાનો પ્લાન બનાવી દીધો હતો. કરણની હત્યા કરીને આરોપીઓ ફરાર થઈ ગયાં હતાં.
પોલીસે તેમની શોધમાં ટ્રાન્સ-યમુના વિસ્તાર તેમજ ગાઝિયાબાદ અને મેરઠમાં અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાત્રે 12:45 વાગ્યાની આસપાસ બે વ્યક્તિ ચાલતા ચાલતા આ બ્રિજ નીચે આવ્યાં હતા.
પોલીસને આ બન્ને વ્યક્તિઓ પર શંકા ગઈ હતી. શંકા હકીકતમાં પરિવર્તિત થઈ ત્યારે પોલીસ ટીમે બંને શંકાસ્પદોને પકડી લીધા. તેમણે કહ્યું કે પૂછપરછ દરમિયાન, બંને શંકાસ્પદોએ કરણની હત્યામાં પોતાની સંડોવણી કબૂલી લીધી હતી.