દિલ્લીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ, કઈ રીતે ફૂ્ટ્યો ભાંડો ? | મુંબઈ સમાચાર

દિલ્લીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ, કઈ રીતે ફૂ્ટ્યો ભાંડો ?

નવી દિલ્હીઃ દિલ્હીમાં થોડા દિવસ પહેલા એક વેપારીનું અપહરણ થયું હતું. ત્રણ લોકો વેપારી નીરજ કુમાર સિંહની ઓફિસમાં આવે છે અને સીસીટીવી તોડી નાખે છે. વેપારીની ઓફિસમાં કામ કરતા લોકોને એક કાર બેસાડીને લઈ જાય છે. જ્યારે વેપારીને પીરગઢી વિસ્તારમાં આવેલા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ 20.5 લાખ રૂપિયા ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હતું.

કોણ છે આ સમગ્ર ઘટનાનું માસ્ટરમાઇન્ડ?

આ કેસમાં તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, આ ઘટના માટે માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પરંતુ મહિલા સબ ઇન્સ્પેક્ટર હતી. જ્યારે વેપારીનું અપહરણ કરવા માટે ગયા હતા તે પણ પોલીસકર્મીઓ જ હતાં. આ કેસમાં માસ્ટરમાઇન્ડ સબ ઇન્સ્પેક્ટર નીતુ બિસ્ટ, કોન્સ્ટેબલ વિશાલ ચિલ્લર અને પ્રમોદ કુમાર, હેડ કોન્સ્ટેબલ અજિત કુમાર અને ‘વચેટિયા’ અજય કશ્યપની ધરપકડ કરી લેવામાં આવી છે.

કેસને રફેદફે કરવા પોલીસે વેપારી પાસે રૂપિયા માંગ્યા

મામલો એ છે કે, આ પોલીસે અધિકારી અને કોન્સ્ટેબલોએ કોઈ કેસમાં વેપારી સાથે સેટલમેન્ટ કરવા માટે રૂપિયા માંગ્યાં હતાં. જે કેસ વાસ્તવમાં થયો જ નથી કે કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આવી હતી. જેથી વેપારી નીરજ કુમાર સિંહે આ કેસને રફાદફા કરવા માટે 20.5 લાખ રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાંથી 6.5 લાખ રૂપિયા ચેકથી અને 10 લાખ બેંક દ્વારા જ્યારે બીજા 4 લાખ રૂપિયા સંબંધી દ્વારા અપાવ્યાં હતાં.

આ સમગ્ર કેસમાં અજય કશ્યપે કર્યો મોટો ખુલાસો

પોલીસે જ્યારે કશ્યપને રાઉન્ડઅપ કર્યાં ત્યારે તેણે આખી વાતનો ખુલાસો કર્યો હતો. પહેલા તો કશ્યપે કહ્યું કે, હું તે કુમાર સિંહ પાસે ત્રણ લાખ રૂપિયા માંગુ છું. પરંતુ બાદમાં પછી ઘટનાનો ખુલાસો કર્યો કે, આ સમગ્ર મામલામાં માસ્ટરમાઇન્ડ સબ ઇન્સ્પેક્ટર નીતુ બિસ્ટ છે. તેમના કહેવા પર આ બધું થયું હતું. વેપારી નીરજ કુમાર સિંહની ફરિયાદના આધારે પશ્ચિમ વિહાર પૂર્વ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(3), 140(3), 115(2), 127(2) , 61(2), અને 3(5) હેઠળ FIR નોંધવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો…ભરૂચમાં 19 PI અને 6 PSIની આંતરિક બદલી, જુઓ લિસ્ટ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button