દિલ્હી રેલવે સ્ટેશન પરથી મળી બિનવારસી બેગ, કશું શંકાસ્પદ ન મળ્યું, પોલીસ એલર્ટ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. તેવા સમયે દિલ્હી રેલવે સ્ટેશનથી પરથી મળી આવેલી એક બિનવારસી બેગથી મુસાફરો અને પોલીસની ચિંતામાં વધારો થયો હતો. જોકે, આ બિનવારસી બેગ મળતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ એકશનમાં આવી હતી. પોલીસ ડોગ સ્કવોડ સાથે રેલવે સ્ટેશન પહોંચી હતી. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા બેગની તપાસ કરવામાં આવી હતી. જોકે, બેગમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. જેની બાદ પોલીસ એલર્ટ મોડમાં છે.
ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આ ઘટનાની મળતી માહિતી મુજબ શનિવારે સવારે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બિનવારસી બેગ વિશે ફોન આવ્યો. માહિતી મળતા જ દિલ્હી ફાયર સર્વિસ અને દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તેમને 7:55 વાગ્યે બિનવારસી બેગ વિશે માહિતી મળી હતી.
બેગમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પણ હાઈ એલર્ટ છે. ત્યારે દિલ્હી પોલીસને નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર બિનવારસી બેગ વિશે માહિતી મળી. તેની બાદ બેગની આસપાસ હાજર લોકોને બહાર કાઢવામાં આવ્યા. તેના પછી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો અને દિલ્હી પોલીસે સંપૂર્ણ પ્રોટોકોલનું પાલન કરીને શંકાસ્પદ બેગ ખોલી છે. જોકે, બેગમાંથી કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું. હાલમાં પોલીસે બેગ પોતાના કબજામાં લીધી છે.
આ પણ વાંચો…Youtube ભારતીયોને કરોડપતિ બનાવી રહ્યું છે, 3 વર્ષમાં 21 હજાર કરોડ આપ્યા