દોસ્તો પર ભરોસો કરી શકાય? પાર્ટી માટે બોલાવ્યો અને મોત આપ્યું! 17 વર્ષના કપિલની નિર્મમ હત્યા…

દિલ્હી: દિલ્હીમાં એક નવી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. દિલ્હીના નરેલા વિસ્તારમાંથી 20 વર્ષના છોકરાની તેના મિત્રોએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મિત્રો પહેલા તેને પાર્ટીમાં બોલાવ્યો અને પછી દારૂ પીવડાવ્યો હતો. ત્યારબાદ નશામાં ધૂત મિત્રો એ કપિલની હત્યા કરી દીધી હતી. જે મામલે પોલીસને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આ સમગ્ર મામલો…
દિલ્હીમાં 17 વર્ષીય કપિલની તેના મિત્રોએ કરી હત્યા
દિલ્હી પોલીસને સવારે 7 વાગ્યાની આસપાસ એક ફોન આવ્યો જેમાં નરેલા ભવન ઓવરબ્રિજ પાસે ભારત માતા સ્કૂલ પાછળના ભાગે આવેલા જંગલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને સમજતા પોલીસ પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે લાશ રસ્તાથી જંગલમાં લગભગ 10 મીટર અંદર હતી. આરોપીઓએ કપિલની લાશને બાળી નાખી હતી. લાશથી લગભગ 150 મીટર દૂર એક રોયલ એનફિલ્ડ બાઇક પણ મળી આવ્યો હતું. વધારે તપાસ કરવામાં આવી ત્યારે લાશની ઓળખ મહિપાલના પુત્ર કપિલ દહિયા તરીકે થઈ હતી. આ મામલે પોલીસે વધારે કાર્યવાહી હાથ ધરી દીધી છે.
પોલીસે કપિલનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો
પોલીસે જણાવ્યું કે, હત્યારાઓએ કપિલની ઓળખ છુપાવવા માટે લાશને સળગાવી દીધી હતી. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, કપિલ અને તેના મિત્રો વચ્ચે લાંબા સમયથી ચાલતા આવતા વિવાદના કારણે આ હત્યાકાંડ થયો હોઈ શકે છે. અત્યારે પોલીસે કપિલનો ફોન ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. જેમાં તેના કોલની માહિતી અને સોશિયલ મીડિયાની વિગતોની પણ તપાસ કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ ઉત્તરાખંડમાં હરિદ્વારા અને ઋષિકેશમાં હોવાનું જાણવા મળ્યું છે.
કોઈ વિવાદના કારણે કપિલની હત્યા થઈ હોઈ શકે છેઃ સૂત્રો
કપિલની હત્યા મામલે પોલીસે તપાસ તેજ કરી દીધી છે. દરેક દિશમાં તપાસ કરવામાં આવી રહીં છે. પોલીસને શંકા છે કે શુક્રવારના ઝઘડા પછી તેના મિત્રોએ તેને પાર્ટી માટે બોલાવ્યો હતો અને પછી પાર્ટી દરમિયાન, કોઈ વાતને લઈને થયેલા વિવાદમાં કપિલની હત્યા થઈ હોઈ શકે છે. હત્યા કર્યા બાદ હત્યારાઓએ લાશને જંગલમાં ફેંકી દીધી અને બાળી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હજી આ વાતના કોઈ પુરાવા મળ્યા નથી.