Top Newsનેશનલ

દિલ્હી એરપોર્ટમાં ATC સિસ્ટમ ખોરવાઈ, 300 ફ્લાઇટ્સ પ્રભાવિત થતા પ્રવાસીઓ પરેશાન…

દેશનું સૌથી વ્યસ્ત ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રભાવિત, ફ્લાઇટ્સ ઓપરેશનમાં વિલંબ

નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI)ને ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે, પરંતુ અત્યારે આ એરપોર્ટની ગતિ ધીમી પડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATC)માં આવેલી મોટી ટેકનિકલ ખામીના કારણે કુલ 300થી વધુ ફ્લાઇટ્સ અત્યારે મોડી ચાલી રહી છે. આ મામલે એરપોર્ટ એથોરિટી દ્વારા એક્સ પર પોસ્ટ કરીને જાણકારી પણ આપવામાં આવી છે.

300થી વધુ ફ્લાઇટ્સ સમય કરતા મોડી ચાલશે

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, દિલ્હી એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનમાં ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમ (AMSS)માં ટેકનિકલ સમસ્યાને કારણે વિલંબ થઈ રહ્યો છે, જે એર ટ્રાફિક કંટ્રોલ ડેટાને સપોર્ટ કરે છે. કંટ્રોલર્સ ફ્લાઇટ પ્લાન મેન્યુઅલી પ્રોસેસ કરી રહ્યા છે, જેના કારણે કેટલાક વિલંબ થઈ રહ્યા છે. ટેકનિકલ ટીમો સિસ્ટમને શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. અમે બધા મુસાફરો અને હિસ્સેદારોની સમજણ અને સહકારની પ્રશંસા કરીએ છીએ’.

અનેક ફ્લાઇટ્સ રદ્દ પણ થઈ શકે છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, એક અહેવાલ પ્રમાણે દિલ્હી એરપોર્ટ પર દરેક ફ્લાઇટને ટેક ઓફ થવામાં 50 મિનિટનો વિલંબ થઈ રહ્યો છે. સૂત્રો દ્વારા એવી પણ જાણકારી મળી છે કે, એરપોર્ટ પર પાર્કિગ માટે વધારે જગ્યા ના હોવના કારણે કેટલીક ફ્લાઇટ રદ્દ પણ કરવામાં આવી શકે છે. આ સમસ્યના કારણે અનેક ફ્લાઇટ્સને અસર થઈ રહી છે. ખાસ કરીને ઇન્ડિગો, એર ઇન્ડિયા, સ્પાઈસજેટ, અકાસા જેવી મોટી એરલાઇન્સ કંપનીઓ દ્વારા પોતાના મુસાફરો માટે એક એડવાઇઝરી પણ જાહેર કરી દેવામાં આવી છે.

દિલ્હી અને ઉત્તર ભારતના શહેરોની ફ્લાઇટ્સ પ્રભાવિત

સ્પાઈસજેટ દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું કે, એટીસી સિસ્ટમમાં આવેલી ખામીના કારણે અત્યારે આ સમસ્યા આવી રહી છે. ખાસ કરીને દિલ્હી અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોની ફ્લાઇટો પ્રભાવિત થઈ છે. આ સમસ્ય માટે દુઃખ વ્યક્ત કરતા મુસાફરોની તમામ મદદ કરવા માટે બાંહેધરી આપવામાં આવી હતી. આ સાથે મુસાફરોને પોતાની ફ્લાઇટનું ટાઈમટેબલ જોતા રહેવા માટે કહેવામાં આવ્યું છે.

મુસાફરોએ એરપોર્ટ પર વધારે સમય સુધી રાહ જોવી પડશે

એર ઇન્ડિયાએ કહ્યું કે, એરપોર્ટ પર અમારા કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને ઓછામાં ઓછી અસુવિધા થાય તે માટે તાત્કાલિક સહાય પૂરી પાડી રહ્યા છે, આ સાથે અકાસાએ પણ આ સમસ્યા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને લખ્યું હતું કે એટીસી સિસ્ટમમાં આવેલી ખામીના કારણે અમારી કેટલીક ફ્લાઇટ મોડી પડી શકે છે, જેના કારણે મુસાફરોએ એરપોર્ટ પર વધારે સમય સુધી રાહ જોવી પડશે. અહીંના એરપોર્ટમાં રોજના 1500થી વધુ ફ્લાઇટની ગતિવિધિઓનું સંચાલન કરે છે, જેથી એટીસીમાં આવેલી ખામીના કારણે અનેક ફ્લાઇટોને તેની અસર થવાની છે.

આ પણ વાંચો…દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં સર્જાઈ ગંભીર ખામી: ફ્લાઇટ્સ મોડી થતા મુસાફરો પરેશાન

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button