
નવી દિલ્હી: બોલીવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને નેટફ્લિક્સ વેબ સિરીઝ “ધ બેડ્સ ઓફ બોલિવૂડ” થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કર્યું છે, આ સિરીઝ વિવાદમાં ફસાઈ છે. મુંબઈના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ દિલ્હી હાઈ કોર્ટમાં માનહાનીનો કેસ દાખલ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે આજે બુધવારે શાહરૂખ ખાન, ગૌરી ખાન, તેમની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને નેટફ્લિક્સને સમન્સ પાઠવ્યું છે.
સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટે અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે “ધ બેડ્સ ઓફ બોલિવૂડ”માં તેની મજાક ઉડાવવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે આ સિરીઝથી તેની પ્રતિષ્ઠા નુકશાન પહોંચ્યું છે. આજે બુધવારે દિલ્હી હાઈ કોર્ટે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને અન્ય પ્રતિવાદીઓને સાત દિવસની અંદર જવાબ આપવા નિર્દેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી 30 ઓક્ટોબરના રોજ થશે.
આ પણ વાંચો: સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો
₹2 કરોડના વળતરબી માંગ:
સમીર વાનખેડેએ દાવો કર્યો છે કે સિરીઝના બદનક્ષીભરી જાહેર કરવામાં આવે અને ₹2 કરોડના વળતરની માંગ કરી છે. સમીર વાનખેડેએ કહ્યું કે આ રકમ તે કેન્સરના દર્દીઓની સારવાર માટે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલને દાન આપી દેશે.
તેણે દાવો કર્યો કે શો સ્ટ્રીમ થયા બાદ સોશિયલ મીડિયા પર તેની સામે અપમાનજનક ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેને કારણે તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે.
વાનખેડેએ અરજીમાં કહ્યું કે શોમાં તેનું નામ કે ઓળખ સીધી રીતે આપવામાં આવી નથી, પરંતુ તેમનાથી પ્રેરિત એક પાત્ર દર્શાવવામાં આવ્યું છે.