દિલ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું | મુંબઈ સમાચાર
નેશનલ

દિલ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં થયેલા ભારે વરસાદના કારણે દિલ્હી પર પૂરનું જોખમ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી ખતરો મંડરાઈ રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે યમુના નદીનું જળ સ્તર અત્યારે 205.36 મીટર સુધી પહોંચી ગયું છે. હાથિનીકુંડ બેરેજના દરેક 18 દરવાજા ખોલી દેવામાં આવ્યાં છે. આ સાથે સાથે ભાખડા અને પોંગ ડેમની સ્થિતિ પણ ભયજનક છે.

અત્યારે યમુનાનું સ્તર 205.24 મીટરે પહોંચી ગયું

આજે બપોરે એક વાગે યમુનાનું સ્તર 205.24 મીટરે આવી પહોંચ્યું હતું. મહત્વની વાત છે કે, જે ચેતવણી સ્તર 204.50 મીટરથી ઉપર અને ભય ચિહ્ન 205.33 મીટરની નજીક હતું, પરંતુ બપોરે 02 વાગ્યા સુધીમાં પાણીનું સ્તર ભયજનક સ્થિતિ પર હોવાનું જાણવા મળ્યું છે.

કેન્દ્રીય જળ આયોગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, યમુનાની જળ સપાટી અત્યારે ભયજનક સ્થિતિમાં છે. જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. એટલું જ નહીં પરંતુ યમુના આસપાસ રહેતા લોકોને પણ સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યાં છે.

આપણ વાંચો: Mahakumbh માં ગંગા અને યમુના નદીને આ રીતે કરાય છે સ્વચ્છ, દરરોજ 15 ટન કચરાનો નિકાલ…

આ વર્ષે પહેલી હાથિનીકુંડના 18 દરવાજા ખોલવામાં આવ્યાં

આકંડાની વાત કરવામાં આવે હાથિનીકુંડ બેરેજમાંથી પ્રતિ કલાકે 58282 ક્યુસેક અને વજીરાબાદ બેરેજમાંથી 36170 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ચોમાસામાં હાથિનીકુંડ બેરેજમાંથી મહત્તમ 01.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં અત્યારે ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી જળસ્તરમાં સતત વધારો થઈ ર્હયો છે. આ વર્ષે પહેલી હાથિનીકુંડ બેરેજના 18 દરવાજા ખોલવામાં આવ્યાં છે. જેના કારણે દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધી રહ્યું છે.

લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સરકારના આદેશ

સુરક્ષા માટે દિલ્હી સરકારે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપી દીધી છે. અત્યારે યમુના નદી પર બનેલા જુના પુલ પર પરિવહન કરવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યું છે. દિલ્હી જળ વિભાગ, દિલ્હી નગર નિગમ અને પૂર નિયંત્રણ વિભાગને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યાં છે. અત્યારે લોકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા ખાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button