નેશનલ

દિલ્હીમાં સુનાવણી દરમિયાન જ કોર્ટરૂમ બની ગયું સમરાંગણ; જુઓ VIDEO

નવી દિલ્હી: હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કોર્ટ રૂમ જાણે સમરાંગણ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. અહેવાલો અનુસાર આ સમગ્ર મામલો SEM નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો છે. અહીં કોર્ટરૂમમાં કેસની સુનાવણી દરમિયાન બે લોકો વચ્ચે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો હતો કે તે મારપીટ સુધી પહોંચી ગયો હતો.

સુનાવણી દરમિયાન થયો ઝઘડો

પ્રાપ્ત વિગતો આ મામલો SEM નોર્થ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો હોવાનું છે. અહીં કોર્ટરૂમમાં બે લોકો વચ્ચે ઝઘડો થયો અને વિવાદ એટલો વધી ગયો કે મારામારી શરૂ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ કોર્ટ વ્યક્તિગત વિવાદો, જેમ કે કલમ 107/151, એટલે કે સામાન્ય ઝઘડાઓ સંબંધિત કેસોની સુનાવણી કરે છે.

કેસની સુનાવણી દરમિયાન બે લોકો એકબીજા સાથે સામસામે આવી ગયા હતા અને તેના કારણે ઝઘડો થયો હતો. આ આખી ઘટના ક્યારે બની અને કયા બે લોકો વચ્ચે ઝઘડો થયો તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

આપણ વાંચો: I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?

દિલ્હી યુનિવર્સિટીનો પણ એક વીડિયો વાયરલ

આ પહેલા દિલ્હી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રશાસન વચ્ચેનો વિવાદ ચર્ચામાં રહ્યો હતો. હકીકતે લક્ષ્મીબાઈ કોલેજના પ્રિન્સિપાલનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે ક્લાસની દિવાલો પર ગાયનું છાણ લગાવતા જોવા મળી રહ્યા હતા.

પ્રિન્સિપાલ પ્રત્યુષ વત્સલાએ જણાવ્યું હતું કે આ કાર્ય એક ફેકલ્ટી મેમ્બર દ્વારા શરૂ કરાયેલા સંશોધન પ્રોજેક્ટનો એક ભાગ હતો. તેમણે પોતે આ વીડિયો કોલેજના શિક્ષકો સાથે શેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ક્લાસને ઠંડુ રાખવા માટે દેશી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button