નેશનલ

દિલ્હી બ્લાસ્ટ: જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ‘આત્મઘાતી બોમ્બર’ તૈયાર કરવા ડિજિટલ હવાલાથી કરી રહ્યું છે ફંડિંગ…

પાકિસ્તાની આતંકી સંગઠન દ્વારા ફંડિંગ માટે ‘Sadapay’ જેવી ડિજિટલ એપ્સનો ઉપયોગ

નવી દિલ્હીઃ દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ હવે દેશમાં સતત તપાસ ચાલી કરી છે. આ ઘટના બાદ અનેક શંકાસ્પદ લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ કેસમાં તપાસ કરનારી વિવિધ એજન્સી એક્ટિવ મોડમાં છે ત્યારે હવે નવા ઈન્પુટ મળ્યાં છે. પાકિસ્તાનનો આશરો લેનારા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ભારતમાં ‘આત્મઘાતી બોમ્બર’ તૈયાર કરી રહ્યું છે, જ્યારે ભંડોળ પણ એકઠું કરી રહ્યું છે.

આત્મઘાતી ટુકડી તૈયાર કરવા માટે જૈશ-એ-મોહમ્મદ અત્યારે ફંડિંગ માટેના પ્રસાયો પણ શરૂ કરી દેવામાં આવ્યાં છે. જૈશ-એ-મોહમ્મદ ડિજિટલ દ્વારા ફંડિંગ મેળવી રહ્યું છે. આ ભારતમાં માટે મોટું સંકટ ઊભું કરી શકે છે. ભારતની સુરક્ષા એજન્સીએ આ લોકોને ઝડપી પાડવા માટે વધારે મહેનત કરવી પડી શકે છે.

સુરક્ષા એજન્સીને પુરાવા પણ હાથ લાગ્યાં

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીને અનેક પ્રકારના પુરાવા હાથ લાગ્યાં છે, જે દિશામાં અત્યારે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. અત્યારે સુરક્ષા એજન્સીને એવી જાણકારી મળી છે કે, જૈશ-એ-મોહમ્મદ ભારતના વિરૂદ્ધમાં કાર્યો કરવા માટે આત્મઘાતી બોમ્બર તૈયાર કરવા માટે ફંડ ઉઘરાવી રહ્યું છે. આના કેટલાક પુરાવા પણ સુરક્ષા એજન્સીને હાથ લાગ્યાં છે. અત્યારે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠનનો કમાન મૌલાના મસૂદ અઝહરના હાથમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું છે.

આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જવાબદાર

ભારતની સુરક્ષા એજન્સી આ બ્લાસ્ટમાં કોનું કોનું નામ છે તે દિશામાં તપાસ અને કાર્યવાહી કરી રહી છે. ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાનનું આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ જવાબદાર છે. ભારતે જ્યારે ઓપરેશન સિંદૂર કર્યું ત્યારે આ આતંકવાદી સંગઠનના અનેક આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યાં હતાં જેના કારણે આ આતંકી સંગઠન વધારે ભડક્યું હોય તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

જૈશ-એ-મોહમ્મદ હવે ફંડ માટે આ રસ્તો અપનાવ્યો

જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાનની ડિજિટલ એપ ‘Sadapay’ જેવી અનેક એપ્સ દ્વારા આત્મઘાતી બોમ્બર માટે રૂપિયા ભેગા કરી રહ્યું છે. ઓનલાઈન દ્વારા આતંકીઓને ઝડપથી ફંડ પહોંચી જતું હોય છે. જેના કારણે આત્મઘાતી બોમ્બર માટે પણ જૈશ-એ-મોહમ્મદ આ રીત અપનાવી રહ્યું છે. આ સંગઠન દ્વારા ડિજિટલ પેમેન્ટ સાથે સાથે મહિલાઓને આમાં જોડવામાં આવી રહી છે, જેથી સુરક્ષા એજન્સી દ્વારા આની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભારતને સુરક્ષિત રાખવા માટે આપણી સુરક્ષા એજન્સી દ્વારા ખાસ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો…EDએ કરી અલ ફલાહ ગ્રુપના ફાઉન્ડરની ધરપકડ, 415 કરોડના ગેરકાયદે આવકનો પર્દાફાશ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button