Top Newsનેશનલ

દિલ્હી પછી મુંબઈમાં હાઈ એલર્ટ, જુઓ વિસ્ફોટના વાયરલ ફોટોગ્રાફ, વીડિયો…

યુપીના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધાર્યું, યોગીએ આપ્યા કડક નિર્દેશો

નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટને કારણે સમગ્ર દિલ્હીમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે આર્થિક પાટનગર દિલ્હીમાં સતર્કતાને ભાગરુપે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. પાટનગર દિલ્હીમાં જાહેર સ્થળોએ લોકોની અવરજવરમાં રોક લગાવવામાં આવી છે.

ઘટનાસ્થળેના વિસ્ફોટના ફોટોગ્રાફ્ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વિસ્ફોટ પછી સાક્ષીઓએ કહ્યું કે મારી જિંદગીમાં આટલી તીવ્ર માત્રાના વિસ્ફોટ ક્યારેય જોયા નથી. વિસ્ફોટમાં અનેક લોકોને ઈજા પહોંચવાના સમાચાર છે.

ઘટનાસ્થળેના ફોટોગ્રાફ અને વીડિયોને જોઈને લોકો રુંવાડા ઊભા થઈ ગયા હતા. એક ફોટોગ્રાફમાં બળેલી કાર નજીક ડેડબોડી જોવા મળી હતી. આ વિસ્ફોટ પછી ઘટનાસ્થળે તો અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું. જોતજોતામાં તો પાંચેક કારને આગ લાગી ગઈ હતી. વિસ્ફોટમાં અનેક કારને નુકસાન થયું હતું. ઘટનાસ્થળે દિલ્હી પોલીસની સાથે સ્પેશિયલ સેલની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

વિસ્ફોટ પછી અનેક કારને નુકસાન પહોંચ્યું હતું. કારમાં થયેલા વિસ્ફોટને કારણે અનેક લોકોના મોત થયા છે, જ્યારે ઘટનાસ્થળે એનઆઈએ ટીમ પહોંચી છે. લોકનાયક જય પ્રકાશ નારાયણ (એલએનજેપી) હોસ્પિટલના ડોક્ટરે કહ્યું હતું કે હોસ્પિટલમાં પહોંચ્યા પહેલા આઠ લોકોનાં મોત થયા હતા, જ્યારે એકની હાલત સ્થિર છે.

આ વિસ્ફોટ પછી દેશના મહાનગરના પાટનગરમાં પોલીસ સતર્કતાના ભાગરુપે પેટ્રોલિંગ વધાર્યું છે. ઉત્તર પ્રદેશમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની એડિશનલ ફોર્સને તહેનાત કરવાની સાથે નાકાબંધી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. શહેરના રેલવે સ્ટેશન, મોલ, ધાર્મિક સ્થળો અને જાહેર સ્થળોએ પોલીસને તહેનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તેના માટે જરુરી પગલા ભરવાનો નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો…પાટનગરમાં વિસ્ફોટઃ નવનાં મોત, એનએસજી-એઆઈએની ટીમ ઘટનાસ્થળે રવાના, દિલ્હીમાં હાઈ એલર્ટ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button