‘મુઝમ્મિલે 6.5 લાખમાં એકે-47 ખરીદી હતી’, દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની તપાસમાં થયા મોટા ખુલાસા

નવી દિલ્હીઃ દિલ્હી બ્લાસ્ટ કેસ (Delhi Blast Case)માં એનઆઈએની તપાસ (NIA Investigation)માં એક મોટો ખુલાસો થયો છે. આતંકી મુઝમ્મિલે (Terrorist Muzammil) 6.5 લાખ રૂપિયાની એકે-47 ખરીદી હતી. જે બંદુક પછી ડૉક્ટર આદિલ (Terror Doctor Adil)ના લોકરમાંથી મળી આવી હતી. આ સાથે સાથે મુઝમ્મિલે 26 ક્વિન્ટલ એનપીએક (NPK) પણ ખરીદ્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આતંકી ઉમર અને મુઝમ્મિલ આફઘાનિસ્તાન, તુર્કીયે અને પાકિસ્તાનમાં બેઠેલા અલગ અલગ હેન્ડરલના સંપર્કમાં હતાં. મુઝમ્મિલ મંસૂર નામના હેન્ડલર અને ઉમર હાસીમ નામના હેન્ડલરના સંપર્કમાં હતા અને તે બંને હેન્ડલર ઇબ્રાહિમ નામના વ્યક્તિ માટે કામ કરતા હોવાનું તપાસમાં પ્રકાશમાં આવ્યું છે.
અલ ફલાહ યુનિવર્સિટીની લેબમાંથી કેમેલિકની ચોરી કરેલી
તપાસની વિગતે વાત કરવામાં આવે તો, ઓકાસા નામના વ્યક્તિના કહેવાથી મુઝમ્મિલ, આદિલ અને તેમનો ભાઈ મુઝફ્ફર 2022માં તુર્કીયે પણ ગયાં હતાં. ત્યાં અફઘાનિસ્તાન જવાનો પ્લાન હતો પરંતુ તે સફળ ના થયો. આતંકીઓએ અલ ફલાહ યુનિવર્સિટીની લેબમાંથી કેમેલિકની પણ ચોરી કરી હતી. જેને તે તુર્કીયેમાં સાથે લઈ ગયો હતો. આ આતંકીઓએ કેમિકલ રાખવા માટે ડીપ ફ્રિઝર પણ કરીદ્યું હતું. ઓકાસાના નામના હેન્ડલરનું કનેક્શન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે હતું.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ: અલ ફલાહ યુનિવર્સિટીમાંથી આતંકવાદી શાહિનની વધુ એક ‘બ્રેન્ઝા’ કાર જપ્ત
વિદેશી આકાઓ આ આતંકીઓને 200 વીડિયો મોકલ્યા હતા
આ આતંકીઓ એકબીજા સાથે વાત કરવા માટે ટેલીગ્રામ આઈડીનો ઉપયોગ કરતા હતાં. અહીં જ વિસ્ફોટક તૈયાર કરવાનું કામ પણ આપવામાં આવતું હતું. તપાસમાં દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, વિદેશમાં બેઠેલા આતંકીઓએ આ ત્રણેયને અલગ અલગ પ્રકારના 200 વીડિયો મોકલ્યા અને જાતે જ વિસ્ફોટક બનાવવા માટે કહ્યું હતું. દિલ્હી બ્લાસ્ટમાં જે વિસ્ફોટક વપરાયું અને ફરીદાબાદના ફતેહપુરાના મકાનમાંથી જે 2563 કિલો વિસ્ફોટક મળ્યું તે લોટની ઘંટીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. એનઆઈએ શબ્બીર નામના એક ટેક્સી ડ્રાઈવરની પણ ધરપકડ કરી હતી. જેના ઘરેથી પોલીસે લોટની ઘંટી અને એક મિક્સર ગ્રાઈન્ડર જપ્ત કર્યું છે.
આ પણ વાંચો : દિલ્હી બ્લાસ્ટ: સુસાઈડ બોમ્બર બનાવામાં જસીરે પીછેહઠ કરી અને હુમલાના માસ્ટરમાઇન્ડ ઉમરે પોતે આપ્યો જીવ
શાહીર અને ઇરફાનના ફોનમાંથી 80 વીડિયો મળી આવ્યાં
તપાસ પ્રમાણે શબ્બીર અને મુઝમ્મિલ ચાર વર્ષ પહેલા મળ્યાં હતાં. મુઝમ્મિલે શબ્બીરના દીકરાની સારવાર કરી હતી. અત્યારે તેની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. તપાસ પ્રમાણે ઉમર અને શાહીનને વીડિયો મોકલીને ક્યાં બ્લાસ્ટ કરવાનો છે તેની જાણકારી આપવામાં આવી હતી. શાહીન અને ઇરફાનના ફોનમાંથી 80 વીડિયો મળી આવ્યાં છે તેમાં બોમ્બ કેવી રીતે બનાવવો તેની વિગતો હતી. આતંકી મુઝમ્મિલ પહેલા લોકો સાથે વ્યક્તિગત રીતે ઓળખાણ બનાવતો અને પછી તેમનો પોતાના કાર્ય માટે ઉપયોગ કરતો હતો. હજી પણ તપાસ ચાલી રહી છે, ઘણી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ છે.



