શંકાસ્પદ આતંકી સુહેલના ઘરે પહોંચી ગુજરાત એટીએસઃ ઘરેથી શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી, પરિવાર પર પસ્તાળ

લખીમપુરઃ દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સી શંકાસ્પદોની તપાસ કરી રહી છે. દિલ્હી બ્લાસ્ટ પહેલા ઝડપાયેલા શંકાસ્પદ આતંકી સુહેલ મામલે પણ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે.
ગુજરાત એટીએસ દ્વારા છ ટીમ બનાવવામાં આવી છે. જેમાં લખીમપુર ખેરીના સિંગાહીમાં ટીમે તપાસ શરૂ કરી હતી. એટીએસ ટીમ દ્વારા લગભગ દોઢ કલાક સુધી સુહેલના ઘરની તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આપણ વાચો: ગુજરાત ATS એ ઝડપેલા ત્રણ આતંકીઓની હવે NIA કરશે પૂછપરછ, ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે
ગુજરાત એટીએસના સુહેલ ખાનના ઘરે ધામા
એટીએસને સુહેલના ઘરેથી કલમ લખેલું કાળું કપડું અને અન્ય વિવિધ સાહિત્ય મળી આવ્યું હતું. જેને જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, ATS સૌપ્રથમ સિંઘાઈ પોલીસ સ્ટેશન પહોંચી હતા, ત્યાર બાદ એટીએસની ટીમ બપોરે 2:48 વાગ્યાથી લઈને 4:20 વાગ્યા સુધી સુહેલના ઘરમાં તપાસ કરી હતી. આ દરમિયાન ઘરના દરેક ભાગની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
સુહેલના ઘરમાંથી કાળું કપડું મળી આવ્યું
આ તપાસ દરમિયાન ઘરની મહિલાઓ સાથે પણ પૂછપરછ કરવામાં આવી હતી. કારણ કે, સુહેલ ક્યાં ભણ્યો, તેના સંપર્કો કોની સાથે હતા. છેલ્લા કેટલાક સમયથી તે શું કરી રહ્યો હતો તે મામલે એટીએસ વિગતો લેવા માંગતી હતી. મળતી વિગતો પ્રમાણે, ATS અધિકારીઓએ સુહેલના ઘરમાંથી કાળું કપડું મળી આવ્યું હતું, જેના પર ઉર્દૂમાં કલમા લખેલું હતું. જો કે, આ મામલે સુહેલના પરિવારે વધુ વિગતો આપવાનો ઇનકાર કરી દીધો હતો.
આપણ વાચો: અમદાવાદમાં પકડાયેલા ત્રણ આતંકીની પૂછપરછમાં શું થયો ચોંકાવનારો ખુલાસો?
સુહેલ ખાન સામે એટીએસ કરી કાર્યવાહી
સુહેલના ઘરમાં તપાસ દરમિયાન કેટલાક દસ્તાવેજો અને મોબાઈલ ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેવી વિગતો પ્રમાણે સુહેલ ખાન ત્રણ વર્ષ પહેલા હાફિઝનો અભ્યાસ કરવા માટે મુઝફ્ફરનગર ગયો હતો. તે 15 દિવસ પહેલા ગુજરાતમાં આવ્યો છે. અહીં ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ 8 નવેમ્બરના તેની ધરપકડ કરી લીધી હતી. તેના પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે.



