Delhi Assembly Election : દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આક્ષેપ, ભાજપે કર્યો વળતો પ્રહાર
નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીની(Delhi Assembly Election)જાહેરાત બાદ રાજકારણ ગરમાયું છે. જેમાં હવે ભાજપ અને આમ આદમી પાર્ટીએ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ તેજ કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.
તેમણે કહ્યું કે આજે દિલ્હીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. તે પૂર્વે કેન્દ્ર સરકારે મને મારા સરકારી ઘર, મુખ્યમંત્રી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી મૂકી. હવે ચૂંટાયેલી સરકારના સીએમનું ઘર છીનવાઈ ગયું. ત્રણ મહિના પહેલા પણ મારી સાથે આવું જ કરવામાં આવ્યું હતું. મારો સામાન ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો છે.
ભાજપને દિલ્હીની જનતાની ચિંતા નથી : સૌરભ ભારદ્વાજ
જયારે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપની જે સિસ્ટમ જોઈ છે તેના પરથી લાગે છે કે ભાજપને દિલ્હીની જનતાની ચિંતા નથી.
આપણ વાંચો: આ તારીખે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે, CECએ કરી જાહેરાત
આખા વર્ષ દરમિયાન ભાજપનો એક જ એજન્ડા હતો કે આપ નેતાઓ પર કેવી રીતે કાર્યવાહી કરવી. તેમને જેલમાં કેવી રીતે મોકલવા. જેલમાં દવાઓ બંધ કરવી. આજે દેશના 75 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભાજપે એવું કામ કર્યું છે જે પહેલા ક્યારેય નહોતું કર્યું. એક મહિલા સીએમને તેમના સત્તાવાર ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા.
ભાજપે આરોપોનો વળતો જવાબ આપ્યો
જોકે, દિલ્હીના સીએમ આતિશીના નિવેદન બાદ ભાજપે પર આકરી પ્રતિક્રિયા આપી હતી. ભાજપનું કહેવું છે કે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી ખોટું બોલી રહ્યા છે.
તેમને 11-ઓક્ટોબર-2024 ના રોજ સીએમ આવાસ ફાળવવામાં આવ્યું હતુંતેમણે હજી પણ તેનો કબજો લીધો નથી કારણ કે તે અરવિંદ કેજરીવાલને નારાજ કરવા માંગતી નથી. તેથી, ફાળવણી પાછી ખેંચી લેવામાં આવી હતી અને તેના બદલે તેમને વધુ બે બંગલા ઓફર કરવામાં આવ્યા હતા
આપણ વાંચો: આજે આટલા વાગ્યે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત થશે, ECIએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી
ઘરની ફાળવણી રદ કરવામાં આવી હતી
જોકે, આ દરમ્યાન પીડબ્લ્યુડી વિભાગનું નિવેદન પણ આવ્યું છે. જેમાં સીએમ આતિશીએ 6 ફ્લેગ સ્ટાફ રોડનો ભૌતિક કબજો લીધો ન હતો. વારંવાર રીમાઇન્ડર કરવા છતાં પણ તે ઘરમાં શિફ્ટ થયા ન હતા. આતિષીના કહેવા પર ઘરમાં પણ બદલાવ કરવામાં આવ્યો હતો. પરંતુ તે ઘરમાં શિફ્ટ ન થયા.તેની બાદ ઘરની ફાળવણી રદ કરવામાં આવી હતી.