ઉત્તરાખંડમાં BSF જવાનના દીકરાને ‘ચાઈનીઝ’ કહી રહેંસી નાખ્યો: પોલીસ પર ગંભીર આરોપ

દેહરાદુન: ઉત્તરાખંડનાં દેહરાદૂનમાં અંજેલ ચકમા નામના ત્રિપુરાના એક વિદ્યાર્થી પર છરીઓ અને અન્ય હથીયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, હોસ્પિટલમાં 17 દિવસ સુધી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. અંજેલના પિતાએ આરોપ લગાવ્યો છે કે પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો.
અંજેલ ચકમાના પિતા તરુણ ચકમા BSF જવાન છે, તેઓ મણિપુરનાતાંગજેંગમાં તૈનાત છે. તેમણે એક ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું કે જણાવ્યું કે સેલાકુઇ વિસ્તારમાં કેટલાક લોકોએ તેમના દીકરાઓને ચાઇનીઝ સમજીને માર માર્યો હતો. તેમના વિરુદ્ધ વંશીય ટીપ્પણીઓ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. ઓલ ઇન્ડિયા ચકમા સ્ટુડન્ટ્સ યુનિયન અને વરિષ્ઠ અધિકારીઓના દબાણ બાદ બે થી ત્રણ દિવસ પછી જ FIR દાખલ કરવામાં આવી હતી.
ચાઇનીઝ કહીંને હુમલો:
24 વર્ષીય અંજેલ ચકમા દહેરાદૂનમાં એક ખાનગી યુનિવર્સિટીમાં MBAનો વિદ્યાર્થી હતો. મૃતકના પિતાએ જણાવ્યું કે હુમલાખોરોએ તેમના દીકરાને “ચાઇનીઝ મોમો” અને અન્ય વંશીય અપશબ્દો કહ્યા હતા. હુમલા દરમિયાન અંજેલ કહેતો રહ્યો કે “તે પણ ભારતીય છે, ચાઇનીઝ નહીં” પરંતુ હુમલાખોરો તેના પર છરી વડે હુમલો કર્યો હતો.
દેહરાદુન પોલીસના જણાવ્યા મુજબ 9 ડિસેમ્બરના રોજ એક કેન્ટીનમાં અંજેલનો 5-6 લોકો સાથે ઝઘડો થયો હતો. હુમલાખોરોએ તને માથા અને પીઠ પર તીક્ષ્ણ હથિયાર અને ‘કડા’ વડે માર માર્યો હતો.
પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે, અન્ય એક નેપાળના આરોપી, તેના વતન ભાગી ગયો છે, જેની તાપસ કરવામાં આવી રહી છે.
આપણ વાંચો: RSS વડા મોહન ભાગવતે ભારતને વિશ્વ ગુરુ બનાવવા હિંદુઓને એક થવા આહવાન કર્યું



