વાયરલ ગર્લ મોનાલિસાના પિતાએ મૌન તોડ્યું: દીકરી પ્રસિદ્ધિથી વ્યવસાયને કરોડોનું નુકસાન, છતાં પણ ગૌરવ | મુંબઈ સમાચાર

વાયરલ ગર્લ મોનાલિસાના પિતાએ મૌન તોડ્યું: દીકરી પ્રસિદ્ધિથી વ્યવસાયને કરોડોનું નુકસાન, છતાં પણ ગૌરવ

નવી દિલ્હી: મહાકુંભ 2025માં પ્રયાગરાજમાં રૂદ્રાક્ષની માળા વેચતી 16 વર્ષની મોનાલિસા ભોંસલે તેની સુંદરતા અને સાદગીથી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, પરંતુ આ ખ્યાતિએ તેના પરિવારના વ્યવસાયને નુકસાન પહોંચાડ્યું હતું. મોનાલિસાના પિતા જયસિંહ ભોંસલેએ આ બાબતે કહ્યું કે તેમની પુત્રીની લોકપ્રિયતાથી તેમનો વ્યવસાય ખોરવાયો ગયો છે, જેનાથી લાખો રૂપિયાનું નુકસાન થયું.

વ્યવસાય ઠપ થઈ જવાથી પિતા પરેશાન

મોનાલિસાનો પ્રથમ મ્યુઝિક આલ્બમ ‘સાદગી’ તાજેતરમાં રિલીઝ થયો, જેમાં તેની સાદગીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ આલ્બમના પ્રમોશન દરમિયાન મોનાલિસાના વીડિયો પ્રમોશન દરમિયાન તેમના પિતાએ એક ઈન્ટરવ્યૂહમાં જણાવ્યું કે તેઓ રૂ. 3.5 લાખનું દેવું લઈને કુંભ મેળામાં આવ્યા હતા, જેમાં હજારો રૂપિયાના ભાડાના વાહનનો ખર્ચ પણ સામેલ હતો. તેઓ આશા રાખતા હતા કે મેળામાં સારી કમાણી થશે, પરંતુ મોનાલિસાની વાયરલ ખ્યાતિએ ગ્રાહકોને ખરીદી કરતાં ફોટો અને વીડિયો લેવા તરફ વધુ આકર્ષ્યા, જેનાથી વ્યવસાય ઠપ્પ થઈ ગયો.

નુકસાન છતાં પિતાને ગર્વ

જ્યારે મોનાલિસા વાયરલ થઈ, ત્યારે તેમને લાગ્યું કે તેમની પુત્રી સુપરસ્ટાર બની ગઈ છે. લાખો રૂપિયાના નુકસાન છતાં તેઓ પુત્રીની સફળતાથી ખુશ હતા. તેમણે ઉમેર્યું કે ઘરે પરત ફર્યા બાદ પણ એક મહિના સુધી વ્યવસાય ન થઈ શક્યો, કારણ કે મોનાલિસાની ખ્યાતિના નવા નવા અવસરો ઊભા થયા હતા.

આ પણ વાંચો -‏‏‎ ‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે

મોનાલિસાની નવી શરૂઆત

મોનાલિસાને શરૂઆતમાં બોલિવૂડ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં ભૂમિકાની ઓફર મળી હતી, પરંતુ તે શરૂ ન થઈ. જોકે, ‘સાદગી’ આલ્બમથી તેણે ગ્લેમર દુનિયામાં પ્રવેશ કર્યો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button